Gujarat

“યુક્રેન થી પરત ફરેલા અમરેલી નાં પાંચતલાવડા ના વિધાર્થી ની આપવીતી.” યુક્રેનથી પરત ફરેલા પાંચતલાલડાના વિદ્યાર્થી ગોસ્વામી સ્મિત એ સાવરકુંડલા સાંઈધામનાં કૌશિકગિરિ ગોસ્વામીનાં ભાણિયા થાય છે..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
રશિયા અને યુક્રેન વચ્ચેના ખોફનાક યુદ્ધના સાક્ષી બનેલા અને વિરાન બોર્ડરો ઉપર પગપાળા રઝળપાટ કરીને સુરત હેમખેમ પરત આવેલા ગોસ્વામી સ્મિત અને સાથી વિદ્યાર્થી મિત્રોએ નજરો નજર નિહાળેલા મોતના તાંડવનો ચિતાર રજૂ કર્યો હતો. અમરેલીનાં પાંચતલાવડા નિવાસી હાલ સુરત માં રહેતા અને હેમખેમ પરત આવ્યા બાદ પોતે સલામત હોવાની ખાતરી કરવા સાથે માંડીને વાત કરતા ગોસ્વામી સ્મિત એ જણાવ્યું હતું કે, બધુ બરાબર ચાલતુ હતુ અડધી રાત્રે સાયરન વાગવાની શરૂ થયા અમે તાત્કાલિક ફ્લેટના અંડરગ્રાઉન્ડ બંકરમાં ચાલ્યા ગયા. બીજા દિવસે સવારના અમે હોસ્ટેલ ઉપર પહોંચી ગયા પછી એ દિવસના રાત્રે અમારી બસ હતી. યુક્રેન પોલેન્ડ બોર્ડર તરફની અમે બોર્ડર પહોંચી ગયા ત્યાં ૩૫ કિલોમીટર દૂર બહુ લાંબી ટ્રાફિક જામ હતી અમારી બસના ડ્રાઈવરે રસ્તા વચ્ચે જ ઉતારી દીધા અમે ૩૫ કિલોમીટર ચાલીને બોર્ડર પહોંચ્યા તે દરમિયાન તમામ ખાવાનો તથા પીવાનો સામાન પુરો થઈ ગયો હતો.અમે બોર્ડરની લાઈનમાં ઊભા રહી ગયા લાઈન સહેજ પણ આગળ ચાલતી ન હતી અમે સતત ઉભા જ રહ્યા પગ સતત દુખતા જ હતા. ૩૫ કિલોમીટર ચાલીને આવ્યા હતા એના કારણે રાત પડી ગઈ હતી. ઠંડીનું તાપમાન (માઈનસ) -૯ ડિગ્રિ હતું. બીજા દિવસની સવાર થઈ અમને કાંઈ પણ ખાવાનો તથા પીવાનો સામાન મળ્યો ન હતો. એવી જ રીતના પાંચ દિવસ કાઢ્યા. ફક્ત યુવતીઓને અંદર જાવા દેતા હતા. ખાવાનો તથા પીવાનો સામાન યુક્રેઈનની પોલીસ ફક્ત ત્યાંના લોકોને આપતી હતી. અમારા માંગવા છતા અમને ના પાડી દીધી હતી. પણ જીવવા માટે અમે સ્થાનિક લોકો પાસે ભીખ માંગીને ખાવાનું ખાધુ. ઠંડી દિવસે દિવસે વધતી જતી હતી.
ચોથા દિવસની રાતે બરફ પડવાનો શરૂ થઈ ગયો હતો. અમે જીવીશુ કે નહીં જીવીશુ અમને પોતાને ખબર ન હતી. અમે બોર્ડર પાસે ત્રણ લાશો જોઈ હતી. પાંચમાં દિવસે જે બોર્ડર ઉપર ઉભા હતા. ત્યાંથી નિકળવાનો કોઈ ચાન્સ નહોતો લાગતો પછી અમે તાત્કાલિક પ્રાઈવેટ બસ બોલાવી જેમાં અમે ૬૦ કિલોમીટર દૂર બીજી બોર્ડર પર ગયા. બીજી બોર્ડર પર પહોંચીને ૧૦ કિલોમીટરના અંતર પર ડ્રાઈવરે અમને ઉતારી દીધા. ૧૦ કિલોમીટર ચાલ્યા બાદ અમે પોલેન્ડમાં પ્રવેશ લઈ લીધો હતો. ત્યાં ઈન્ડિયન એમ્બેસીની બસ ઉભી હતી. જે અમને હોટલ ઉપર લઈ ગઈ જ્યાંઅમે થાક ઉતાર્યો અને પેટ ભરીને ખાધુ બીજા દિવસે પોલેન્ડની બસ એરપોર્ટ ઉપર લઈ ગઈ ત્યાંથી ભારત સરકારની ફ્લાઈટમાં દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી સુરત ફ્લાઈટમાં આવી ગયો પરંતુ જીવતો આવી ગયો એ મહત્ત્વની વાત હતી. બોર્ડરથી ૫ કિલોમીટર દૂર પેટ્રોલપંપ ઉપર ચાર્જીંગ કરવા જાવુ પડતું હતું જેના કારણે અમે કોઈના ફોન તથા મેસેજનો રિપ્લાય આપી શકતા નહોતા.

IMG-20220304-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *