ડૉ યોગેશ વસાણી નુ શાલ ઓઢાડી સન્માન કરતા માજી કેન્દ્રીય મંત્રી ડૉ વલ્લભભાઈ કથીરીયા સાહેબ.
તાજેતર માં માજી કેન્દ્રીય મંત્રી શ્રી વલ્લભભાઈ કથીરીયા સાહેબે રાજકોટ જિલ્લા ભાજપ ડૉક્ટર સેલ ના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ યોગેશ વસાણી નુ સન્માન કરતા ડૉ કથીરીયા સાહેબે જણાવેલ કે ડૉ વસાણી હુ જિલ્લા ભાજપ પ્રખુખ હતો ત્યારે સતત સાત વર્ષ ડૉક્ટર સેલ ની યશસ્વી કામગીરી કરેલ ડૉ વસાણી ડૉક્ટર સેલ ના સ્થાપક પ્રમુખ હતા એમને પ્રમુખ તરીકે ના સાત વર્ષ અને પછી ના લગભગ પચીસ વર્ષ મા મને આજ સુધી એક પણ રાજકીય કે બિન રાજકીય કામ ચિંધેલ નથી ફક્ત ને ફક્ત પક્ષ પ્રત્યે નિષ્ઠા થી કામ કરેલ એ લગભગ પચીસ વર્ષ થી સક્રિય રાજકારણ માં નથી છતાં હંમેશા મારા માટે તેમજ પક્ષ માટે આદર થી રહે છે ડૉ વસાણી એક સારા આયુર્વેદ તજજ્ઞ તો છે સાથે ભાવુક વ્યક્તિત્વ ધરાવે છે ડૉ વસાણી ને મારા પ્રત્યે આદર છે એમ મને પણ એમના પ્રત્યે ખૂબ આદર છે આજ હું એમના દ્વારા યોજેલ એમ અતિ મહત્વ ના ધાર્મિક કાર્ય માં હાજર છું એનું પણ મને ગૌરવ છે ડૉ વસાણી અે સદગુરુ શ્રી હરિચરણદાસજી મહારાજ ના જન્મ દિવસ ની સો વર્ષ ની દ્વારિકાધિસ મંદિર પર ધ્વજા આરોહરન કરે છે અે નિમિતે આજ સદગુરુ શ્રી હરિચરણદાસજી મહારાજ અને વીરપુર જલારામ ના ગાદીપતિ શ્રી રઘુરામજી ભગત ના હસ્તે ધ્વજાજી નુ પૂજન રાખેલ એમાં હુ સાથે સહભાગી થયો એનું મને ગૌરવ છે, ડૉ યોગેશ વસાણી ના સારા સરળ સ્વભાવ અને વ્યક્તિત્વ ને કારણે જ વિશ્વ વંદનીય રઘુરામજી ભગત વગેરે હાજર છે અને ડૉક્ટર વસાણી હંમેશા સદગુરુ ના કૃપાપાત્ર શિષ્ય રહેલ છે, આ પ્રસંગે મહંત જયરામદાસજી મહારાજ, રામ હોસ્પિટલ ના ટ્રસ્ટી નીતિનભાઈ રાયચુરા, કિશોરભાઈ ઉનડકટ, મહેન્દ્રભાઈ ખીમાણી વગેરે ઉપસ્થિત રહેલ.
ન્યૂઝ રાજુ કારિયા


