યુક્રેન
યુક્રેનમાં ગૂગલ સર્વિસ ડાઉન થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, યુક્રેનમાં ગૂગલ સર્વિસ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લોકો ગૂગલની ઈમેલ સર્વિસ જેમ કે જીમેલ, યુટ્યુબનો ઉપયોગ કરી શકતા નથી. સ્થાનિક મીડિયાના અહેવાલોને ટાંકીને રશિયન મીડિયાએ આ દાવો કર્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ફેસબુક, ટિ્વટર અને યુટ્યુબે તેમના પ્લેટફોર્મ પર રશિયન સંબંધિત મીડિયાને બ્લોક કરી દીધા છે. એપલ જેવી અન્ય કંપનીઓએ પણ તેમના ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. જ્યારે મેટાએ ઇ્ અને સ્પુટનિક સહિત યુરોપમાં રશિયન રાજ્ય-નિયંત્રિત મીડિયાની ઍક્સેસને અવરોધિત કરવાના પગલાં લીધાં છે. છॅॅઙ્મીએ રશિયામાં ૈઁર્રહીજ, ૈઁટ્ઠઙ્ઘજ, સ્ટ્ઠષ્ઠજ, છॅॅઙ્મી ઉટ્ઠંષ્ઠર વગેરે સહિત તેની પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરી દીધું છે. ગૂગલની જેમ, એપલે યુક્રેનમાં તેની છॅॅઙ્મી મેપ્સ સેવા પર ટ્રાફિક અને લાઇવ ઇવેન્ટ્સ બંને પર રોક લગાવી છે.રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસેને દિવસે વધુ વણસી રહી છે. છેલ્લા એક સપ્તાહથી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં લોકો ખાવા-પીવાથી લઈને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ આ હોવા છતાં, યુક્રેન દરેક રીતે વિશ્વ સાથે ડિજિટલ રીતે જાેડાયેલું હતું. આ કનેક્ટિવિટીને કારણે વિશ્વ યુદ્ધગ્રસ્ત યુક્રેનની દરેક પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું હતું. પરંતુ હવે યુક્રેન પર ડિજિટલ સ્ટ્રાઇક થવાની સુચના છે. જેના કારણે લોકો ગૂગલ સર્વિસનો ઉપયોગ કરી શકતા નથી. અગાઉ યુક્રેનના ઘણા શહેરો ઈન્ટરનેટની સુવિધામાં સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, જેના કારણે સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કે યુક્રેનમાં સ્ટારલિંક સેવા દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ આપવાની જાહેરાત કરી હતી.


