યુક્રેન
રશિયન સેનાએ યુક્રેનના ઓવરુચ શહેરમાં રહેણાંક વિસ્તારમાં મિસાઈલ હુમલો કરવાનું શરૂ કર્યુ છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેના યુક્રેનમાં રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો કરીને લોકોનું મનોબળ તોડવાના પ્રયાસ કરી રહ્યુ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રશિયન આર્મીના મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા ૩૦ ઘરોને નુકસાન થયું છે. આ હુમલામાં એક નાગરિકનું પણ મોત થયું છે. તમને જણાવી દઈએ કે, ઓવરુચ શહેર ઝાયટોમીર પ્રદેશમાં યુક્રેનના ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે. હુમલા બાદ શહેરના કેટલાક ભાગો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે યુક્રેનની પ્રતિકાર શક્તિએ રશિયાને આશ્ચર્યમાં મૂકી દીધું છે. રશિયાએ યુક્રેનના લોકોને નિરાશ કરવા ખાર્કીવ, ચેર્નિહિવ અને મેરીયુપોલ સહિત અનેક શહેરોને નિશાન બનાવ્યા છે. રાજધાની કિવમાં છૂટાછવાયા બોમ્બ ધડાકા પણ જાેવા મળ્યા છે. કિવમાં હવાઈ હુમલાના સાયરન સતત વાગવા લાગ્યા છે. યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં આખી રાત વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. યુક્રેનનું કહેવું છે કે તેણે સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૮૮ રશિયન વિમાનોને તોડી પાડ્યા છે.તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે શનિવારે પુતિન સાથે મુલાકાત કરી હતી. યુદ્ધની શરૂઆત પછી રશિયન પ્રમુખ સાથે વન-ઓન-વન મુલાકાત કરનાર તે પ્રથમ નેતા છે. ત્યારપછી તેમણે ેંજી, ફ્રાન્સ અને જર્મની સાથે સંકલન કરીને યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે વાત કરી.યુક્રેને આજે સવારે દાવો કર્યો હતો કે તેણે અત્યાર સુધીમાં ૧૧,૦૦૦ રશિયન સૈનિકોને મારી નાખ્યા ર્છ જાે કે હજુ સુધી તેની યોગ્ય પુષ્ટિ થઈ નથી.તમને જણાવી દઈએ કે,પુતિને ફરી એકવાર યુક્રેનને ચેતવણી આપી છે.તેણે કહ્યું છે કે યુક્રેનની દેશની સ્થિતિ જાેખમમાં છે.
