Gujarat

લોએજ સ્વામી નારાયણ મંદિરના ગાદીપતિ પરમ પૂજ્ય ચૈતન્ય સ્વામીના અક્ષરવાસી થતાં શ્રદ્ધા સુમન અર્પણ કરાયા..

: શીલ ગામ નજીકના પોરબંદર સોમનાથ રોડ પર આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ નીલકંઠ વરણી સ્વામી નારાયણ મંદિર ના ગાદીપતિ ચૈતન્ય સ્વામીજી નો ૧૦૫ વર્ષના વયે લોએજ અક્ષરવાસ થયા આ પંથકમાં દુઃખની લાગણી વ્યાપી છે. ..સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયના પંચતીર્થ માં મુખ્ય મંદિર લોએજ નીલકંઠવર્ણી મંદિરના ગાદીપતિ ચૈતન્યસ્વામીજી નું ૧૦૫ વર્ષની વયે અક્ષર વાસ થયો છે. આ સમાચાર ના પગલે શીલ લોએજ સહિત ગુજરાત ભરમાં હરિભક્તોમાં શોકનું મોજું ફરિવળ્યું છે. અક્ષર વાસ થએલા ચૈતન્ય સ્વામીજીના પાર્થિવ દેહના ગૌ શાળાના પરિસરમાં અંતિમ દશૅન માટે રાખવા આવેલ બાદ અંતિમ યાત્રામાં સૌરાષ્ટ્ર ભરના સંતો.હરિભક્તો અને સમાજના અગ્રણી સહિત બહોળી માત્રામાં પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા લોએજ નીલકંઠવર્ણી સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી શાસ્ત્રી હરિપ્ર કાશદાસજી અને પોરબંદર સ્વામી નારાયણ ગુરુકુળના શાસ્ત્રી ભાનુ પ્રકાશદાસજી સહિતના સંતોની નિશ્રામાં યોજાયેલી પ્રાર્થના સભામાં લોએજ મંદિર તલે આવેલા શીલ ના દરિયા કિનારે આવેલ નીલકંઠવરણી મંદિર ના વ્યવસ્થાપક નિલેશભાઈ જોશી, ધનસુખભાઈ પંડિત શીલ ગામના વતની અને જાણીતા કેળવણી કર ડો.ઈશ્વરલાલ ભરડા, પોરબંદર ના ટ્રસ્ટ પ્રમુખ.જાણીતા દાતા અને વિદ્યાપુરુષ ડો.વિરમભાઇ ગોઢાણીયા સદગતે એક શતાબ્દી સુધી સાધના અને
તપચર્યા કરીને આ પંથકના
હજારો હરિર્ભક્તો ના જીવન ઉન્નત બનાવ્યા તેમના આધ્યત્મિક વિચારો થકી ક્ષર દેહે નહિ પણ અક્ષર દેહે આપણી વચ્ચે કાયમી જીવંત રહેશે સર્વે હરિભક્તો સંતોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
તસવીર અહેવાલ
 જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20220313-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *