Gujarat

દાહોદના મંગળમહુડી રેલ્વે સ્ટેશન ખાતે યુવકને ટ્રેને અડફેટે લેતા મોત

દાહોદ
લીમખેડા તાલુકાના મંગળમહુડી રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે ટ્રેક ઉપર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના માંડલી ગામે બારીયા ફળિયામાં રહેતાં ૩૦ વર્ષીય વિનોદભાઈ અભેસિંહ પટેલ અડફેટે આવી ગયા હતા. જેથી તેમને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રેલ્વે સ્ટેશનના સત્તાધિશો તેમજ અધિકારીઓને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને મૃતકના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ સંબંધે રેલ્વે પોલીસ દ્વારા જરૂરી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી પસાર થતા મંગળમહુડી રેલ્વે ટ્રેક ખાતે એક યુવક ટ્રેનની અડફેટે આવી ગયો હતો. તેને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ સહિતના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

The-young-man-was-taken-aback-by-the-train.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *