Gujarat

વલસાડનો આદિવાસી સમાજ ૨૫ માર્ચે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરશે

વલસાડ
દક્ષિણ ગુજરાતના પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટ સામે આદિવાસીઓનો વિરોધ તેજ બની રહ્યો છે. અગાઉ ધરમપુર, વાંસદા અને અન્ય આદિવાસી વિસ્તારોમાં રેલી અને ધરણા યોજાયા બાદ વલસાડના કપરાડામાં આદિવાસીઓની રેલી યોજાઈ હતી. અહીં મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા હતા. વિવિધ લખાણો સાથેના પ્લેકાર્ડ સાથે પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે કપરાડામાં વિરોધ પ્રદર્શન કર્યા બાદ આગામી ૨૫મી તારીખે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટમાં આદિવાસીઓની એક ઈંચ જમીન પણ જવાની નથી. વલસાડ જિલ્લામાં ૫૦૦ કરોડના ખર્ચે નદીઓ ઉપર મોટા ચેકડેમ બનાવી જળસંચયનું આયોજન કરાયું છે અને તે માટે કોઈપણ પરિવારનું વિસ્થાપન થશે નહીં. કપરાડામાં યોજાયેલા કાર્યક્રમમાં નેતા વિપક્ષ સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, કાૅંગ્રેસ કોર કમિટીના સભ્ય ગૌરવ પંડ્યા, અભિનવ ડેલકર અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારામને આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાત સરકારમાં નાણામંત્રીએ જે બજેટ ભાષણ આપ્યું તેમણે પણ આ યોજના માટે ૫૦૦ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અને ૨૦ ટકા રકમની આ બજેટમાં ફાળવણી કરી દેવામાં આવી છે. જ્યાં સુધી દિલ્હી સરકાર ના નહીં પાડે ત્યાં સુધી તમે માનજાે કે આ પ્રોજેક્ટ થવાનો જ છે.દક્ષિણ ગુજરાતમાં સૂચિત પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટની સામે આદિવાસી સમાજનો વિરોધ યથાવત છે. વલસાડના કપરાડામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા અને ‘ડેમ હટાવો, આદિવાસી બચાવો’ના નારા લગાવ્યા હતા. આ પ્રોજેક્ટના વિરોધ માટે આગામી ૨૫ તારીખે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *