Gujarat

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ નમો વડ વન અભિયાનની શરૂઆત કરાવી

અમદાવાદ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે ગાંધીનગરમાં વડનું વૃક્ષ વાવીને ‘નમો વડ વન’ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી હતી. રાજ્યમાં “નમો વડ વન’ અન્વયે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૭૫ વડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં ૭૫ વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે.વડાપ્રધાનની પ્રેરણાથી ઉજવાઇ રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ –આઝાદીના ૭૫માં વર્ષે વન વિભાગનું ‘નમો વડ વન’ નિર્માણ અભિયાન રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુનઃ પ્રસ્થાપિત કરશે.રાજ્યમાં ગ્રીન કવર વધારવાના રાજ્ય સરકારના અભિગમ ને પણ વેગ આપશે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ૨૦૨૧ના અહેવાલ મુજબ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ૬૯૦૦ હેકટરનો વધારો થયો છે.રાજ્યમાં ૨૦૦૩માં વન વિસ્તાર બહાર અંદાજે ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા,તે વધીને હવે ૨૦૨૧ની વૃક્ષ ગણતરી મુજબ ૩૯.૭૫ કરોડ થયા છે.પૃથ્વી ઉપર સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જેના પર ર્નિભર છે,તેવા વૃક્ષો,વનો અને વનસ્પતિઓનું જતન-સંવર્ધનની પ્રથા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે. વન વિસ્તારમાં વસતા વનબાંધવોના જીવનનો આર્થિક આધાર વન્ય પેદાશો છે. આપણે એ વનબાંધવોને આર્ત્મનિભર બનાવી આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારત સાકાર કરવું છે. ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું કે, વનબંધુઓની આર્થિક આર્ત્મનિભરતા માટે ગૌણવન પેદાશના વેચાણ હક્કો પેસા એક્ટ અન્વયે સ્થાનિક આદિજાતિઓને આપ્યા છે.એટલું જ નહીં વનક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા ૩૦થી ૩૫ લાખ વાંસના વેચાણથી પણ વનબંધુઓને આજીવિકા મળી છે. રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં બામ્બુ મિશન યોજના હેઠળ, ૫૮૯૧ હેક્ટરમાં વાંસના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રૂપિયા ૨૦ કરોડની જાેગવાઇ કરી છે. સેંકડો વર્ષો સુધી જીવંત રહેતા વડના વૃક્ષની જેમ સરકારના વિકાસ કામો પણ દીર્ઘકાલીન અને સસ્ટેનેબલ છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં જે વિકાસ કામોના બીજ રોપ્યા હતા તે હવે વિકાસના વટવૃક્ષ બની કરોડો નાગરિકોને સુશાસનની આગવી સુખ સુવિધાઓ આપી રહ્યા છે.વૃક્ષો-વનો પર્યાવરણની સુરક્ષા કરે છે, સાથોસાથ સ્વચ્છ વાયુ, ર્નિમળ જળ, સ્વસ્થ જીવન માટે ઉપકારક છે.

In-Gandhinagar-the-Chief-Minister-launched-the-Namo-Vad-Van-campaign.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *