ગિરગઢડા
ભરત ગંગદેવ..
ઉનાની સીમમા ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણ ઉપર રેડ કરી ત્રણ ચકરડી,વિવિધ મશીનરી સહિત લાખો નો મુદ્દામાલ કબજે કર્યો
ગીર સોમનાથ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી અધિકારી માવદીયા ના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગના અધિકારી એન.વી બારડ, ડી.કે. ડાભી તથા સ્ટાફે આજરોજ ઉના ના સરવે નંબર 138/4 વાળી માલિકીની જમીન ઉપર કોઈ પણ મંજૂરી વગર બિલ્ડીંગ લાઈમ્સટોનનું ખનન થતું હોય, રેડ પાડતા સ્થળ ઉપરથી ખોદકામ માટે ની મશીનરી, પથ્થર કાપવા ની ચકરડી નં 3 મશીન સાથે અંદાજિત 50 લાખ કબજે કરેલ છે. કોઈ એક શખ્સ દ્વારા આ કામગીરી કરતા હોવાની માહિતી મળી છે તે ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની ટીમે 16- 12 -20 21 થી 03-03-2022 સુધીમાં જિલ્લાના ઉના ગીરગઢડા કોડીનાર તાલુકા પંથકમાં 13 થી વધુ બિનકાયદેસર ચાલતી પથ્થરની ખાણો પકડી પાડેલ ,એક કરોડનો માલ કબજે કરેલ, તે ઉપરાંત ૪૯ નદી રેતી,પથ્થર ભરેલ ટ્રેક્ટર ડમ્પર ,મશીનરી સહિતના વાહનો તથા બ્લેક ટ્રેપ ભરી વહન કરતાં વાહનો પકડી કુલ ત્રણ કરોડ 52 લાખનો મુદ્દામાલ સીઝ કરી, દંડકીય વસુલાત, પેનલ્ટી ની કાર્યવાહી હાથ ધરી ગુના દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરતા, આ ત્રણ તાલુકાના ભૂમાફીઓમાં ફફડાટ ફેલાતા ભૂગર્ભમાં ઉતરી ગયા છે! કુદરતી જમીનમાં સફેદ સોના જેવા લાઇમસ્ટોનની નું ખનન અટકાવવા કામગીરી કરાતા પસંશા થઈ રહી છે


