Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો… 

ઉના,ગીરગઢડા, કોડીનાર બે-અઢી માસમાં રૂ. 2 કરોડ 52 લાખનો મુદ્દામાલ સીઝ કરી દંડ વસુલાતની કાર્યવાહી હાથ ધરી.

 

ઉના, ગીરગઢડા, કોડીનાર પંથકમાં ગે.કા. ખનિજ વહન કરતાં ડમ્પરને પકડી પાડ્યુ…

 

 

ઉના –  ગીર સોમનાથ જીલ્લા ખાણ ખનિજ વિભાગના અધિકારી માવદીયાની સુચનાથી એન.વી.બારડ અને ડી.કે.ડાભી દ્વારા છેલ્લા બે અઢી મહિના જેટલા સમયમાં નાઈટ ચેકીંગ દરમ્યાન ઉના, ગીરગઢડા, કોડીનાર, પંથક માંથી 13 જેટલી બિનકાયદેસર ચાલતી પથ્થરની ખાણો પકડી પાડી 1 કરોડ જેટલી રકમનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. જેમાં રેતી, પથ્થર, માટીના ટ્રેક્ટર, ડમ્પર, જેસીબી સહિતના ૪૯ જેટલા વાહનો ગેરકાયદેસર બ્લેક્ટ્રેપ ભરી વહન કરતા હોઈ જે પકડી પાડી રૂ. 2 કરોડ 52 લાખનો મુદ્દામાલ સીઝ કરી કસુરવાર પાસેથી દંડનીય કાર્યવાહી કરી દંડ વસુલાતની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ આજે ઉના પંથકમાં બિનકાયદેસર ચાલતી પથ્થરની ખાણ પર જીલ્લા ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ એન.વી.બારડ અને ડી.કે ડાભી દ્વારા ગત રાત્રી દરમ્યાન ચેકીંગ કામગીરી હાથ ધરી અને ગ્રામ્ય વિસ્તારોમાં થતી ખનીજ ચોરી અટકાવવા કાર્યવાહી હાથ ધરેલ ત્યારે ઉનાના સર્વે નં 138/4  માં દરોડા પાડતા 3 ચકરડી તેમજ મશીન સીઝ કર્યા હતા. આમ ભૂમાફીયાઓ દ્રારા બેફામ ખનીજ ચોરી કરનારા સામે ખાણ ખનિજ વિભાગે લાલ આંખ કરતા ઉના, ગીરગઢડા, કોડીનાર સહિતના પંથકમાં ફફડાટ મચી ગયેલ છે.,..

 

-ગઢડાકોડીનાર-પંથકમાં-ખનિજ-વહન-કરતાં-ડમ્પરને-દબોચી-લીધા-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *