Gujarat

વલસાડમાં પિકઅપમાંથી ૧.૯૬ લાખના દારૂ સાથે ૧ની ધરપકડ

વલસાડ
વલસાડ રૂરલ પોલીસની ટીમને ભિલાડ તરફથી આવતો એક પિકઅપ ટેમ્પો ન. જીજે-૧૫-એટી-૪૭૪૫માં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી રૂરલ પોલીસ મથકના પીએસઆઈ વનારની ટીમે ચણવઇ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પને અટકાવી ચેક કરતા દવાના જથ્થાની આડમાં ૧.૯૬ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી વલસાડ રૂરલ પોલીસે ટેમ્પો ચાલક કાલુસિંગ રાવતને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા બાબા નામના ઇસમે ભિલાડ પાસેથી ટેમ્પો આપ્યો હોવાનું અને વડોદરા તરફ લઈ જવાનું જણાવ્યું હતું. વલસાડ રૂરલ પોલીસે ૧.૯૬ લાખનો દારૂનો જથ્થો, ટેમ્પો અને મોબાઈલ મળી કુલ ૪.૦૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બાબા નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છેવલસાડના ચણવઇ બ્રિજ પાસેથી પિકઅપમાંથી ૧.૯૬ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. રૂરલ પોલીસની ટીમે આ જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ચણવઇ બ્રિજ પાસે બાતમીવાળા પિકઅપ ટેમ્પાને અટકાવી ચેક કરતા દવાની આડમાં ૧.૯૬ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે પિકઅપ ચાલક અને ટેમ્પો તેમજ દારૂનો જથ્થો મળી કુલ ૪.૦૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત દારૂનો જથ્થો ભરાવી આપનારા બાબા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

One-was-caught-with-a-quantity-of-1.96-lakh-liquor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *