માંગરોળના મકતુપુર ગામના ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો દ્વારા માં ધજા વારી ના ગામ શ્રી ખોડીયાર માતાજી ના મંદિરે થી માંગરોળમાં બિરાજમાન શ્રી હીંગળાજ માતાજીના મંદિરે ધજા ચડાવવાનુ ભવ્ય આયોજન કરાયુ હતુ
આજના યુવાનો હિન્દુ સંસ્કૃતિ થી વધુ પરિચિત થાય અને નવયુવાનોમાં આ પૌરાણિક સંસ્કૃતિઓ જળવાઈ રહે તે હેતુથી ક્ષત્રિય રાજપુત સમાજ ના ભુવાશ્રી રવિરાજસિંહ ચુડાસમા ની ખાસ ઉપસ્થિતીમાં તમામ યુવાનો તેમજ આગેવાનો સાફા પહેરી ધજાઓ સાથે મકતુપુર થી જય ભવાની જય માં હીંગળાજ ના નાદ સાથે બાઇક રેલી દ્વારા માંગરોળના શ્રી હીંગળાજ મંદિરે પહોંચ્યા હતા યુવાનો દ્વારા માંહીંગળાજ ના ચરણો માં શિશ નમાવી દર્શન કરી ધજા ચડાવવામાં આવી હતી આ અવસરે હીંગળાજ મંદિરે મહંતશ્રી દિનેશગીરી બાપુ દ્વારા ભુવાશ્રી નુ ફુલહાર તેમજ શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યુ તેમજ તમામ યુવાનોને આ ધાર્મિક કાર્ય કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ તેમજ અભિનંદન પાઠવ્યા હતા,,,
રીપોર્ટર…વિનુભાઇ મેસવાણિયા માંગરોળ


