અમદાવાદ
૯ દિવસમાં પેટ્રોલ ૫.૬૦ રૂપિયા મોંઘું થયું છે.ગુજરાતમાં પણ પેટ્રોલ ૧૦૦ રૂપિયાના ભાવને આંબી ગયું છે.કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દિન શેખ આજે પેટ્રોલના ભાવવધારા અંગેનું બોર્ડ છાતીએ લગાવી સાયકલ લઈને વિધાનસભા પહોંચ્યાં હતાં. બાજી બાજુ ગાંધીનગર વિધાનસભા કેન્ટીનને તોલમાપ વિભાગ દ્વારા ૨૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન સરકારની નલ સે જલ યોજના અંગે કાૅંગ્રેસના ધારાસભ્ય વજેસિંહે મંત્રી ઋષિકેશ પટેલને સવાલ પૂછ્યો હતો કે, નળ તો આપ્યા પણ પાણી ક્યાંથી આપશો, આ મામલે મંત્રી પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આદિવાસી વિસ્તારમાં નલ સે જલ યોજનાથી પાણી પીવડાવી શકવાના નથી તો ત્યાં હેન્ડ પમ્પથી પાણી આપવાની માંગણી કાૅંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કરી હતી.બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા આજે વિધાનસભાગૃહમાં પ્રથમ વખત બોલવા ઉભા થયા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતની પ્રજા ઘણી વખત પૂછે છે કે તમે ગૃહમાં કેમ બોલતા નથી પણ મને બોલવાની તક મળતી નથી. પરંતુ સરકાર નલસે જલ આપવાની વાત કરે છે ત્યારે ઝરવાનીમાં નલ સે જલની યોજના કેમ પૂર્ણ થતી નથી આ કામ ક્યાં અટક્યું છે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના બોર્ડ નિગમને કેન્દ્રમાંથી કેટલી લોન મળી? આ પ્રશ્નનો જવાબ આપવા અમદાવાદના જ ધારાસભ્ય અને મંત્રી પ્રદીપ પરમાર ઉભા થતા કાૅંગ્રેસના ધારાસભ્યોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કાૅંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, તમે તો ગઈ વખતે ૧૫૦થી વધુ નક્કી કરી હતી અને ૯૯ એ અટકી ગઇ. જયારે અમિતભાઇ કાપશે તો આંખોમાંથી આંસુ પણ નહીં નીકળી શકે. અભિમાન કરશો નહિ એ બે ના લીધે તમે ચાલો છો. મંત્રી પ્રદીપ પરમારે જવાબ આપ્યો હતો કે, કલોલ પણ ૧૮૨ માં આવી જ જશે, અમિતભાઇએ કહ્યું છે એટલે કઈ કહી જ ન શકાય. બળદેવજી ભાઈને કલોલના મામેરાનો જવાબ આપું? અધ્યક્ષે મંત્રીને અટકાવ્યા. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય દ્વારકા દર્શને ગયા હતા, ત્યારબાદ દ્વારકાના બ્રાહ્મણનું ભોજન આજે તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યું હતું, આ બ્રાહ્મણો બપોરે વિધાનસભા આવ્યા હતા, બ્રાહ્મણોએ જણાવ્યું હતું કે અમે બેન ને આશીર્વાદ આપવા આવ્યા છીએ.વિધાનસભા બજેટ સત્રના અંતિમ દિવસોમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પોતાના પરિવારને વિધાનસભા જાેવા લાવ્યા હતા.આ ઉપરાંત વિધાનસભા ગૃહમાં પ્રેક્ષકોને પણ એન્ટ્રી આપવામાં આવી હતી તે જાેતા વિધાનસભાના સત્રના અંતિમ દિવસ ધમધમતું જાેવા મળ્યું હતું.


