Gujarat

માણાવદર તાલુકાના આંબલીયા ગામે દુકાનના તાળા તોડી તસ્કરો પાન – બીડી- રોકડ ચોરી ગયા

માણાવદરના બાંટવા પોલીસ સ્ટેશન નીચે આવતા આંબલીયા ધેડ ગામે રાત્રિના સમયે દુકાનના તાળા તોડી રોકડ 7500 સહિતની ચોરી થયાની બાંટવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બાંટવાથી 14 કિ.મી. દુર આંબલીયા ઘેડ ગામે રહેતા મહેશભાઈ પરબતભાઈ પાનેરા (ઉ.43)ની પાન બીડીની દુકાનના તાળા તોડી કોઇ શખ્સે થડામાં રાખેલ પરચુરણ, રોકડ સહિત 7500 રોકડા, માવા નંગ 40 સહિત કુલ 7900ની મત્તાની ચોરી કરી ગયાની બાંટવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વી.આર.ચાવડાએ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટર – જીગ્નેશ પટેલ માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *