Gujarat

રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રવિવારે ચોટીલા ખાતે પ્રથમ અધિવેશન : લોહાણા સમાજમાં ઉત્સાહ 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા) છેલ્લા કેટલાય વર્ષોથી રાજકીય ક્ષેત્રે લોહાણા સમાજના અગ્રણીઓની થઇ રહેલી અવગણના અને ઓછા થઇ રહેલા રાજકીય વજનથી વિશ્વનો લોહાણા સમાજ ચિંતિત છે, એક સમયે ગુજરાત વિધાનસભામાં દસ જેટલા રઘુવંશી લોહાણા અગ્રણીઓ જીતીને આવતા હતા જે સંખ્યા હાલમાં એક ઉપર આવી ગઈ છે, આ બાબતથી ચિંતિત લોહાણા સમાજ ઘણા સમયથી કઈક કરવું જોઈએ અને આગળ આવવું જોઈએ તે દિશામાં વિચારતો હતો જેના ફળ સ્વરૂપે કેટલાક જાગૃત અને સક્રિય યુવાનો અને વડીલો દ્વારા રઘુવંશી ક્રાંતિ મંચની સ્થાપના કરવામાં આવી હતી, સમગ્ર ગુજરાતમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા નેટવર્ક ગોઠવી લીધા બાદ હવે તે પ્રથમ અધિવેશન કરી લોહાણા સમાજના રાજકીય રીતે અગ્રણી હોય તેવા તમામ કાર્યકરોને હાજર રાખી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોહાણા સમાજના વ્યક્તિઓને ટીકીટ મળે અને ટીકીટ મળ્યા બાદ સમાજના લોકો પોતાના ઉમેદવારને જીતાડવા માટે સક્રિય ભૂમિકા ભજવે તે દિશામાં ઠોસ અને નક્કર કામ કરવા માટે આગામી રવિવારે ચોટીલા ખાતે અધિવેશન મળી રહ્યું છે. જેમાં ગુજરાતના ખૂણે ખૂણે થી લોહાણા અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ અને યુવાનો ઉપસ્થિત રહી એક નવી ક્રાંતિની શરૂઆત કરશે.
રાજકીય રીતે અગ્રણી હોય તેવા રઘુવંશી લોહાણા સમાજના મોભીઓ અને અગ્રણી આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી એક નવી ક્રાંતિ માટે પહેલ કરવા સમાજને હાકલ કરી છે.આ અધિવેશનથી એક નવી શરૂઆત થાય અને આગામી દિવસોમાં તેના સારા પરિણામ સમાજ ને મળે તે માટે સંસ્થાના પ્રમુખ ડો. ધર્મેશ ઠક્કર સતત સક્રિય રહી પોતાની ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે. આગામી ચૂંટણીમાં વધુમાં વધુ લોહાણા અગ્રણીઓને ટીકીટ મળે તે માટે સાથે રહી સહકાર આપશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *