સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં રેશનકાર્ડ લગત કામગીરીમાં અરજદારોને મુશ્કેલી પડતી હતી જેથી અરજદારો દ્રારા સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ ને રજુઆત કરતા જેથી નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહીલે સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નંબર ૬ ના પછાત વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતાં લોકોને સાવરકુંડલા પુરવઠા શાખા મા રેશનકાર્ડ કઢાવવામાં, રેશનકાર્ડમાં નામ કમી કરવા ,ઉમેરવા અને રેશનકાર્ડ માં આધાર કાર્ડ મુજબ અટક અને નામમાં સુધારો કરવા તેમજ ઘંઉ – ચોખા માટે NFSAનું રેશનકાર્ડ બનાવવા
પુરવઠા શાખામાં અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા અરજદારોને હેરાન પરેશાન તેમજ ઉદ્તભર્યુ વર્તન કરીને અપમાન કરી રહ્યા છે અને પુરવઠા શાખામાં એજન્ટ પ્રથા ચાલતી હોય તે બંધ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ને પ્રત્ર દ્રારા જાણ કરતા મુખ્યમંત્રીશ્રી ના કાર્યાલય નાયબ સચિવ (જન સર્પક) દ્રારા અમરેલી જિલ્લા કલેકટર શ્રી ને અરજદારશ્રી ની રજુઆત પરત્વે નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી હાથ ધરી કરાયેલ કાર્યવાહીની ઓન લાઈન ડેટા કરી એન્ટ્રી કરી ઓન લાઈન અપલોડ કરવા પત્ર દ્રારા જાણ કરેલ છે તેમ નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે જણાવ્યું છે
