Gujarat

વડોદરામાં કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી સરકારને જગાડવાનો પ્રયાસ

વડોદરા
ભાજપ સરકારના રાજમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા ભાવ વધારાએ સામાન્ય માણસને જીવવું સહેલું બનાવી દીધું છે. જેમા પેટ્રોલ, ડીઝલ,, ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દિવસો પસાર કરવા મુશ્કેલ થઈ ગયા છે. ત્યારે દેશની પ્રજાની પડખે પુનઃ એકવાર કોંગ્રેસે “મહેગાઇ મુક્ત ભારત અભિયાન” શરૂ કર્યું છે. આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા “મહેગાઇ મુક્ત ભારત અભિયાન ” અંતર્ગત ધરના અને હલ્લાબોલ કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જાેશીની આગેવાનીમાં સયાજગંજ ડેરી ડેન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાનિધ્યમાં ધરણા હલ્લાબોલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરા કોર્પોરેશનના વિપક્ષી નેતા અમીબેન રાવત, પ્રદેશ ઉપ પ્રમુખ ભીખાભાઇ રબારી, પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ, સિનીયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી, કાઉન્સિલર જહા દેસાઈ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, પૂર્વ કાઉન્સિલર હેમાંગિની કોલેકર, ચિરાગ શેખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જાેડાયા હતા. પોસ્ટરો, બેનરો, ગેસ સિલીન્ડરના કટ આઉટ સાથે જાેડાયેલા કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભાજપા વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડર, દૂધ સહિતના ભાવોમાં ઘટાડો કરવાની માગણી કરી હતી. તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા કાર્યક્રમ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશીએ જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, દૂધ સહીતના ભાવ આસમાને પહોંચી ગયા છે. પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી. સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ કરી દીધું છે. ત્યારે ભાજપા સરકારને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા “મહેંગાઇ મુક્ત ભારત અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે. અને તે અંતર્ગત આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભાજપ સરકારના શાસનમાં સામાન્ય લોકોને હવે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. દેશનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. કોંગ્રેસના શાસનમાં બેરલના ભાવ વધુ હોવા છતાં પણ લોકોને રૂપિયા ૬૦થી ૭૦ના ભાવે પેટ્રોલ આપવામાં આવતું હતું. બેરલના ભાવ ઓછા હોવા છતાં પણ લોકોને ૧૦૦ રૂપિયાથી વધુ પેટ્રોલ-ડીઝલના ભાવ ચૂકવવાનો વખત આવ્યો છે. સામાન્ય પ્રજાને બે ટાઈમ શાંતિથી ખાવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રજાની લાગણીઓને વાચા આપવા બહેરી, મુગી સરકારને જગાડવા માટે આજે “મહેંગાઇ મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ધરણા હલ્લાબોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.”મહંગાઈ મુક્ત ભારત અભિયાન” અંતર્ગત સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા ધરણા હલ્લાબોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાનિધ્યમાં ધરણા હલ્લાબોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જાેડાયા હતા. પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની માગ સાથે ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું.

Protests-by-Congress.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *