Gujarat

પીપાવાવમાં સિંહોને દેખતા રિલાન્સ ડિફેન્સ કપંનીના સિક્યુરિટી જવાનોમાં દોડધામ

અમરેલી
દેશ અને ગુજરાતની શાન ગણાતા સિંહો અમેલી જિલ્લામાં વધુ જાેવા મળે છે. જેને જાેવા માટે લોકો દેશ વિદેશ અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવે છે. જાેકે, હાલ સિંહોની હાલત ખરાબ બની હોય તેમ સિંહો ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આમ તેમ ભટકતા જાેવા મળી રહ્યા છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારના સિંહો અત્યંત મુશ્કેલીઓ વચ્ચે ફરી રહ્યા હોવાનું જાેવા મળે છે.સોરાષ્ટ્રમાં સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં જાેવા મળે છે. ત્યારે અનેક વખત સિંહો ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારતા જાેવા મળી રહ્યા છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન જિલ્લાના રાજુલા નજીક પીપાવાવ રિલાન્સ ડિફેન્સ કંપનીના બીએમએસ માર્ગ પર સિક્યુરિટી ચેક પોસ્ટ પર ૫ સિંહોનું ટોળુ આવી ચડ્યું હતું. જેને લઈ સિક્યુરીટી જવાનોમાં દોડધામ મચી હતી. સિક્યુરિટી કર્મીઓ ખુરશીઓ છોડી ઓફિસમાં ઘુસી ગયા હતા. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના રાજુલા નજીક પીપાવાવ રિલાન્સ ડિફેન્સ કંપનીના બીએમએસ માર્ગ પર સિક્યુરિટી ચેક પોસ્ટ આવેલી છે. જ્યાં સિક્યુરિટી કર્મીઓ વાહનો ચેકિંગ કરે છે. ત્યારે આ ચેક પોસ્ટ પર અચાનક ૫ સિંહોનું ટોળુ આવી ચડ્યુ હતું. જેને કારણે સિક્યુરિટી કર્મીઓમાં ભાગ દોડ મચી હતી. સિંહોને જાેતા જ સિક્યુરિટી કર્મીઓ ખુરશીઓ છોડીને ઓફિસમાં ઘુસી ગયા હતા.

A-herd-of-lions-rushed-to-the-security-personnel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *