જામનગર
જામનગર શહેરમાં રહેતો બુખારી સૈયદ આરીફ સલીમભાઈ નામના યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમના પરિવારજનો દ્વારા યુવકને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો. મૃતકના પરિવારજનો દ્વારા હાલમાં જ વાયરલ થયેલા વીડિયોથી બદનામી થવાની બીકે મૃતકે જિંદગી ટૂંકાવી હોવાનું જણાવ્યું હતું. બે વેપારીઓ દ્વારા મૃતક યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાની શક્યતાને લઈ બે વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગણી પરિવારજનોએ કરી હતી. તેમજ પરિવારજનોએ મૃતકનો મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી હતી. જાેકે, પોલીસની દરમિયાનગીરી બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જામનગર શહેરમાં ગત રવિવારે એક યુવક-યુવતી અંગેની સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવા અંગેના પ્રકરણમાં કરૂણ અંજામ આવ્યો છે. વીડિયો વાયરલ થતા યુવાને ઝેરી દવા પી લેતાં યુવાને સારવારમાં દમ તોડયો છે. જેથી ભારે ચકચાર મચી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે. જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી એક દુકાન પાસે ગત ૧૩ મી તારીખે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં એક યુવક અને યુવતી મળ્યા હતા, અને તેઓનો કઢંગી હાલતમાં એક વીડિયો વાયરલ થયો હતો. ચાંદી બજારના ચેક સોની વેપારીની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાંથી તેના ફૂટેજ કાઢીને સોશિયલ મીડિયામાં વહેતા હતા જેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. આ દરમિયાન જામનગરમાં કાલાવડ નાકા બહાર બધુનગર વિસ્તારમાં રહેતા બુખારી સૈયદ આરીફભાઇ સલીમભાઈ ઉ.૨૧એ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મૃત્યુ નીપજયું હતું. આ સમગ્ર મામલાને લઈને જામનગર શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સીટી-એ ડિવિઝનના પી.આઈ. એમ.જે.જલ અને તેની ટીમ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે, અને કેટલાક સોની વેપારીઓના નિવેદનો નોંધાયા છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈ કથિત સૈયદ યુવાને બદનામી થવાના કારણે અથવા તો અન્ય કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પ્રકરણમાં પોલીસે વીડિયો ફૂટેજ સહિતનું સાહિત્ય પણ કબજે કર્યું છે.જામનગર શહેરમાં ૩ દિવસ પહેલાં એક બિભસ્ત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ચાંદી બજારમાં એક યુવક અને યુવતી વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતા કેમેરામાં કેદ થયા હતા. જેને વીડિયો વાયરલ થયા બાદ યુવકે દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે વીડિયો વાયરલ કરનારા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


