Gujarat

સુરતનો શખ્સ નકલી નોટો સાથે વડોદરામાંથી ઝડપાયો

વડોદરા
વડોદરામાં વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે, કેસરી કલરનું શર્ટ તથા ભૂખરા કલરનું પેન્ટ પહેરેલ એક વ્યક્તિ સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા ઓરૂમ કોમ્પલેક્ષ સામે શૌચાલય આગળ આટા-ફેરા મારે છે તેની પાસે બનાવટી ભારતીય ચલણી નોટો છે. તેમજ તે માર્કેટમાં આ નકલી નોટોને ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સોમા તળાવ ચાર રસ્તા પાસે ચાની લારી આગળ ઉભેલા શંકાસ્પદ શખ્સ વિશાલ કુશ ગુપ્તા (રહે. સંતોષીનગર, ડીંડોલી, સુરત)ને ઝડપી લઇને તેની તપાસ કરતા રૂ. ૨૦૦ના દરની ૬૧ બનાવટી નોટ તેમજ મોબાઇલ મળ્યો હતો. તેની પાસેથી અસલી ચલણના રૂ.૯૦૦ પણ મળી આવ્યા હતા. પોલીસે આ મામલે આરોપી વિશાલ ગુપ્તાની વધુ પૂછપરછ હાથધરી છે.વડોદરા શહેરના વાડી વિસ્તારમાંથી રૂ. ૨૦૦ના દરની ૬૧ નકલી નોટો સાથે સુરતના એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *