યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં રાજ્યના યુવાનો રાજ્યવ્યાપી આંદોલન ના માર્ગે છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના 200 જેટલા શિક્ષિત બેરોજગાર યુવાનો સહિત વિદ્યાર્થીઓ યુવરાજસિંહ ના સમર્થનમા કોલેજ મેદાનમાં એકઠા થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ ને આવેદન પાઠવી યુવરાજસિંહ સામે લગાવાયેલ 307 અને 332 ની કલમ દૂર કરી તેને જેલ મુક્ત કરવાની માંગ કરી છે,આદિવાસી યુવાનોનું માનીએ યુવા બેરોજગરો માટે સતત લડત આપતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક મામલે પુરાવા સાથે સરકાર સામે અવાજ ઉઠવતા યુવરાજસિંહ જાડેજા જ્યારે ગુજરાત ના પ્રત્યેક યુવાન ને ન્યાય મળે તે માટે લડત લડે છે ત્યારે આજે યુવરાજસિંહ ને ન્યાય અપાવવા ગુજરાતનો દરેક યુવાન અવાજ ઉઠાવશે ,યુવરાજ સિંહ સામે ની કલમો પાછી નહિ લેવાય અને જેલમુક્ત કરવામાં નહીં આવે તો યુવાનોએ આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


