Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનના માલુ ગામ પાસેથી કિ.રૂ.૧,૫૬,૪૮૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને બોલેરો ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યા.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ ઘાણા અધિકારીશ્રી  તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે માલુ ગામ પાસે પ્રોહી-વોચ નાકાબંધી કરતા બે ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૧,૫૬,૪૮૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૪,૫૮,૯૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઝોઝ  પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220408-150529_2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *