મકસુદ કારીગર,કઠલાલ
ગુડ ફ્રાઈડે જેને બ્લેક ફ્રાઈડે, ગ્રેટ ફ્રાઈડે અને હોલી ફ્રાઈડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને રાજદ્રોહના આરોપમાં વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. તે દિવસે શુક્રવાર હતો, ત્યારથી આ શુક્રવાર ગુડ ફ્રાઈડે કહેવાય છે. કઠલાલ ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઇડે માનવામાં આવ્યો ઈસુ ખ્રિસ્ત માનવ જાત માટે પ્રેમ નો સંદેશ લઇ ને આવ્યા હતા સમસ્ત માનવ જાત માટે પ્રભુ ઈસુખ્રિસ્ત વધસ્થંભ ઉપર મરણ પામ્યાં સમસ્ત માનવ જાત ના કલ્યાણ અર્થે તેઓ મરણ પામ્યાં હૉઇ આ દિવસ ને ગુડ ફ્રાઇડે તરીકે મનાવામાં આવે છે કઠલાલ મેથોડિક્સ ચર્ચ ખાતે થી મુખ્ય રોડે થી બજાર સુધી ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રોસ સાથે સમગ્ર બજાર માં ફર્યા બલિદાન અને તેમના જીવનની અંતિમ ક્ષણોને યાદ કર્યા હતા.


