ઊના પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવતા વાદળછાયું વાતાવરણ વચ્ચે બુધવારે દિવસ દરમ્યાન અમીછાંટણા વરસ્યા હતા. અને મોડી રાત્રીના વિજળી કડાકા સાથે ઝાંપટા વરસ્યા હતા જેને પગલે રસ્તાઓ પર પાણીના ખાબોચીયા ભરાય ગયેલ હતા. વરસાદના ઝાંપટાથી વાતાવરણ ઠંડુગાર થતાં ગરમીના બફારાથી રાહત પ્રસરી હતી. બાદમાં ફરી ઉકરાટ થવા લાગ્યો હતો. ઉના શહેર તેમજ સામતેર, સનખડા, ગાંગડા, ખત્રીવાડા, દેલવાડા, ખાપટ, અમોદ્રા સહીતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં થોડીવાર માટે વિજળીના કડાકા સાથે ઝાંપડા વરસ્યા હતા. જ્યારે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર અમીછાંટણા પડેલ હતા. સનખડા ગામે મરચાના વેપારીઓને ખુલ્લામાં મુકેલ મરચા રાત્રીના તાત્કાલીક ઢાંકવા દોડધામ મચી હતી. ઉના શહેરમાં બે એમ એમ વરસાદ નોધાયો હતો. અને રસ્તાઓ પલડી ગયેલ હતા. આજે દિવસ દરમ્યાન વાતાવરણ તડકો છાયડો જેવું જોવા મળેલ.
