Gujarat

દારૂ ભરેલી ગાડી ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી

પાલનપુર
બનાસકાંઠા એલસીબી પોલીસનો સ્ટાફ પાલનપુર પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન સાથેના એ.એસ.આઈ યશવંતસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે મંડારથી એક આઈ૨૦ કાર જેનો નં.જીજે.૦૨.સીએલ.૦૬૧૬માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ભાંડોત્રા તરફ આવનાર છે. જે બાતમી હકીકત આધારે ભાંડોત્રા ચાર રસ્તા પાસે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન હકીકતવાળી આઈ૨૦ ગાડી આવતા તેને રોકવા ઈશારો કર્યો હતો. જાેકે, ભાંડોત્રા ગામ તરફ ગાડી ચાલકે ગાડી ભગાડતા પોલીસે પીછો કરી ગાડી પકડી પાડી હતી. એલસીબી પોલીસે ગાડીમાં તલાસી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૨૫૨ જેટલી બોટલ મળી આવી હતી. જેની કિંમત ૬૪ હાજર ૦૪૪ રૂપિયા છે. પોલીસે દારૂની બોટલ સહીત કુલ ૪ લાખ ૮૯ હજાર ૦૪૪ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ગાડીનો ચાલક નાસી જતા તેના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ પાંથાવાડા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.બનાસકાંઠા એલસીબી પોલીસે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૨૫૨ જેટલી બોટલ સાથે ગાડી ઝડપી પાડી છે. એલસીબી પોલીસે કુલ ૪ લાખ ૮૯ હજાર ૦૪૪ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જાેકે, ગાડી ચાલાક નાસી છૂટ્યો હતો. જેથી પાથાવાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *