Gujarat

સાવરકુંડલા શહેરની એક લાખ કરતાં વધુ આબાદીમાં હવે સાવરકુંડલા શહેરમાં વધુ એક  શહેરી અર્બન આરોગ્ય કેન્દ્રની જરૂરિયાત ગણાય.. લોકોના આરોગ્ય માટે સતત ચિંતિત સરકારશ્રી એ આ સંદર્ભે સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર એક વધુ આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ તેવી સાવરકુંડલા શહેરનાં વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્યા જયશ્રીબેન ભરાડ તથા સાવરકુંડલા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ જિગ્નેશભાઈ ભરાડે માંગ કરી છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
થોડા સમય પહેલાં સાવરકુંડલા તાલુકાનો હેલ્થ મેળો અહીં સાવરકુંડલા શહેરની સરકારી હોસ્પિટલમાં યોજાયો હતો. આ મેળામાં આરોગ્ય સંબંધિત દર્દોની આ હોસ્પિટલના તથા શહેરના વિવિધ દર્દોના નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને સારવાર તથા દર્દને અંકુશમાં લેવા દવા પણ લખી આપવામાં આવતી જોવા મળી. આમ લોકોને માટે આરોગ્ય સેવા એ એક અનિવાર્ય બાબત છે એ પણ ફલિત થાય છે. હવે વાત કરીએ સાવરકુંડલા શહેરમાં સરકાર દ્વારા આરોગ્ય સેવાનો વ્યાપની તો સાવરકુંડલા શહેરમા સરકારી હોસ્પિટલ સાથે અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ  તબીબી સેવા સુલભ થઈ રહી છે. સાવરકુંડલા શહેરની એક લાખથી વધુ આબાદીમાં હવે આરોગ્ય વિભાગ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરની વધુ એક શાખા અહીં સાવરકુંડલા શહેરનાં હાથસણી રોડ વિસ્તારમાં ખોલવામાં આવે તેવી માંગ સાવરકુંડલા નગરપાલિકા સદસ્યા જયશ્રીબેન ભરાડ તથા સાવરકુંડલા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ ભરાડ  દ્વારા ઉઠાવવામાં આવી છે. આમ પણ હાથસણી રોડ વિસ્તારમાં લગભગ શહેરની ઘણી આબાદી વસવાટ કરે છે. જો આ વિસ્તારમાં આવી સુવિધા ઉપલબ્ધ થાય તો આ વિસ્તાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને  આરોગ્ય સેવાનો લાભ બહોળા પ્રમાણમાં મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *