Gujarat

તારીખ ૨૮-૪-૨૦૨૨ ના રોજ પી. પી. એસ હાઈસ્કૂલ વંડામાં ફરજ બજાવતાં શ્રી અરવિંદભાઈ કે. કુન્બી ૩૧ ઓક્ટોબર ૨૦૨૨ સત્ર લાભથી સેવા નિવૃત થાય છે. તેઓને સમગ્ર અમરેલી જિલ્લાના સામાજિક વિજ્ઞાાન વિષયનાં શિક્ષક ભાઈઓ બહેનો અને પરીક્ષણ કરી રહેલ તેમની ટીમ દ્વારા સંન્માનિ કરવામાં આવેલ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાાન વિષયનું પેપર મૂલ્યાંકન કાર્ય અમરેલી જિલ્લામાં,શ્રી મતિ જીજીબેન કમાણી ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કૂલ અમરેલી ખાતે શરૂ છે.  તારીખ ૨૮ /૪/૨૦૨૨ ને ગુરુવારે  શ્રી પી.પી.એસ હાઈસ્કૂલ-વંડામાં ફરજ બજાવતા શ્રી અરવિંદભાઈ કે. કુન્બી ૩૧ ઓક્ટોબર ૨૦૨૨ સત્ર લાભથી સેવા નિવૃત્ત થાય છે.  તેઓનું પેપર તપાસવાનુ આ છેલ્લું કાર્ય હતુ ત્યારે, સમગ્ર અમરેલી જિલ્લાના સામાજિક વિજ્ઞાાન વિષયનાં શિક્ષક ભાઈઓ બહેનો અને  પરિક્ષણ કાર્ય કરી રહેલ તેમની ટીમ  દ્વારા તેમને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆત સામાજિક વિજ્ઞાાન વિષયનાં મોટા માંડવડા હાઇસ્કૂલના બહેન શ્રી મુકતાબેન ટીલાળા તથા અમરેલી જિલ્લાના શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ લોકોનું કોવિડ-19 કોરોના કાળમાં મૃત્યુ થયેલ એવા તમામ લોકોને બે મિનિટનુ મૌન રાખી ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.ત્યારબાદ શ્રી અરવિંદભાઈ કુન્બીને શાલ ઓઢાડી, ગુલદસ્તો આપી તથા શ્રીફળ અને સાકરનો પડો આપી સન્માનિત કરવામાં આવ્યા. શાળાના કાર્યરત આચાર્યશ્રી રોહિતભાઈ મહેતાનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.શ્રી પ્રહલાદભાઈ ચૌહાણે શ્રી અરવિંદભાઈ કુન્બીની શાળાકીય પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક કાર્યો વિશે માહિતી આપી હતી. શ્રી જીજીબેન કમાણી ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યશ્રીએ અને અજમેરા હાઇસ્કૂલ દામનગરના મ.શિ.શ્રી રામભાઈ કેશવાલા દ્વારા પણ પ્રસંગને અનુરૂપ પોતાના વક્તવ્ય દ્વારા પ્રતિભાવો આપતાં અરવિંદભાઈની કામગીરીને બિરદાવી હતી છેલ્લે.શ્રી અરવિંદભાઈ કુન્બીએ સમગ્ર શિક્ષક ભાઈઓ બહેનોને  કહ્યું હતું કે સામાજિક વિજ્ઞાાન વિષયનાં શિક્ષક ભાઈઓ બહેનો એક પરિવારની જેમ રહે છે તેનું મને ગૌરવ છે. કાયમ આવી જ ટીમવર્ક એકતાની ભાવના જળવાઈ રહેશે એવા વિશ્ર્વાસ સાથે  સન્માનિત કરવા બદલ તમામ લોકોનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રહલાદભાઇ કે. ચૌહાણ મ.શિ.શ્રી પી.પી.એસ હાઈસ્કૂલ-વંડા દ્વારા કરવામાં આવ્યું હતું.

IMG-20220428-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *