સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમા કાળાં ઉનાળાના ધોમધખતાં તાપ અને ગ્રીષ્મના એ વૈશાખી વાયરાના વાતા પવનો વચ્ચે સાવરકુંડલા શહેરમા પણ ગરમીથી રાહત મેળવવા માટે શહેરમાં અમુક સ્થળે સડકની બંને બાજુ એક બીજા વેપારીની દુકાનના મોભે એક કપડાં જેવું છાંયડો રહે તેવું છત નિર્માણ કરવામાં આવી છે. આમ તો મોટી મોટી ઓફિસો કે મોટા શોપિંગ મોલમાં તો એ. સી. કે કૂલર કે પંખા ચાલુ કરી દુકાનદાર અને ગ્રાહકો ધોમ ગરમીથી રાહત અનુભવાતાં જોવા મળે છે. પરંતુ આ તો જાહેર રસ્તાને થોડે ઘણે અંશે છાપડાંની સુવિધા ઉપલબ્ધ કરાવી ઘણાં દુકાનદારો રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ માટે પણ ગરમીથી રાહત મળે તેવા પ્રયાસો કરતાં જોવા મળે છે. આમ તો આ દેશી જુગાડ જ ગણાય.. દેશી એ.સી., નહીં લાઈટબીલ કે નહીં કોઈ મીકેનીકલ ઝંઝટ..!! બસ કપડાંનો એક છેડો આ તરફ અને બીજો બઝારનાં સામે છેડે આવેલી દુકાનોના મોભ સાથે બાંધી દો. અને પછી જૂઓ મજા..!! ઠંડા ઠંડા કુલ કુલ..!! એક વૃક્ષની છાયા જેવી શીતળતા… છે ને કમાલ..!! આ ગુજરાતી જ કરી શકે.. ભાઈચારો અને સહકાર હોય તો દરેક બાબત શક્ય છે. આમ તો આ વધતી ગરમી અને તાપમાનને નાથવા માટે પ્રદૂષણ કમ કરો અને શક્ય હોય તો દરેક સમજદાર નાગરિકે વર્ષ દરમિયાન એક વૃક્ષ તો અવશ્ય વાવવું..

