Gujarat

ભગવાન શ્રી દ્વારકાધીશ ને અક્ષય તૃતીયા નિમીતે ચંદન ના લેપ લગાવી શૃંગાર થી શુશોભીત કરવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકા માં સ્થિત જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશને અક્ષય તૃતીયા નિમિત્તે ચંદનના લેપનો શૃંગાર કરવામાં આવ્યો છે . જેના દર્શન અને આરતીનો શ્રધાળુઓ એ લાભ લીધો છે . ઉનાળામાં ઠંડક માટે ભગવાન શ્રીદ્વારકાધીશને અષાઢી બીજ સુધી ચંદન અને ફૂલોના શૃંગાર ધરવામાં આવશે . ગુજરાત ભરમાં આકરો ઉનાળો લોકોને તપાવી રહ્યો છે ત્યારે ભગવાન શ્રીદ્વારકાધીશને ગરમી ન લાગે તે માટે આજે અક્ષય તૃતીયાથી અષાઢી બીજ સુધી ચંદન વાઘા અને આવતીકાલથી પુષ્પ શૃંગારના દર્શન થશે . આજે અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન શ્રી દ્વારકાધીશ.ને ચંદનના લેપ લગાડવામાં આવ્યો છે . આમ , આજના દિવસે અનેદિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ચંદન ના લેપથી શુશોભીત દ્વારકાધીશ ના દર્શનનો લાભ લીધો છે . આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસથી ભગવાન શ્રીદ્વારકાધીશને ગરમી ન લાગે તેવા હેતુ સાથે પરંપરા મુજબ બહારથી ચંદન મંગાવી સાથે કેસર , કસ્તુરી , ગોલોચન , અંબર જેવા દિવ્ય દ્રવ્યોનું મિશ્રણ કરી ભગવાનને મસ્તકથી ચરણ સુધી ચંદનનો લેપ લગાડી શૃંગાર કરવામાં આવે છે . ત્યારે આજે અખાત્રીજથી ભગવાનને ચંદન વાઘાના શૃંગારની શરૂઆત થઈ ગઈ છે . આજે ઉત્સવ દર્શન અને આરતીનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા . આજે અક્ષય તૃતીયાથી છેક અષાઢી બીજ સુધી ભગવાનને રોજ સવારે ચંદનના લેપનો શૃંગાર કરવામાં આવશે . કારણ કે અહીં ભગવાન રાજા સ્વરૂપે બિરાજે છે . ત્યારે આજથી ભગવાનને સોના – ચાંદીના આભૂષણોને બદલે ચંદનનો લેપ લગાડી શૃંગાર કરવામાં આવશે . તેમજ આવતીકાલથી દરરોજ બપોર બાદ ભગવાનને પુષ્પોનો શૃંગાર કરવામાં આવશે .
અહેવાલ : વજસી વરવારીયા મોટા આસોટા

Screenshot_2022-05-04-14-04-45-757_com.android.chrome.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *