સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો આ માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ એક આગવી માનવીય સંવેદનાની વિચારધારા ધરાવતા અને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું જતન કરતાં એક અલગારી સાધુ… મનોરોગી બહેનો માટે તો માબાપનું ઘર જ સમજો.. આશ્રમમાં નિવાસ કરતાં તમામ માટે હેતનો સાગર.. આ આશ્રમનાં હરિના બાળકોની આરોગ્ય અને સ્વાસ્થ્ય સુરક્ષા માટે સતત જાગૃત અને ચિંતિત એવાં ભક્તિરામબાપુની આ સેવાને શત શત વંદન.. આશ્રમમાં રહેતા હરિના બાળકોને પૂરતાં પ્રમાણમાં શુધ્ધ અને આરોગ્યપ્રદ આહાર સાથે શુધ્ધ ગીર ગાયનું દૂધ- છાશ અને ચાપાણી મળી રહે તે અંગે આગવું આયોજનનાં ભાગ સ્વરૂપે ગીર ગાયની ખરીદી માટે પ્રતિબદ્ધ. આશ્રમ ખાતે ગીર ગાય ગૌશાળા પણ આ હરિના બાળકો માટે ઉપલબ્ધ છે.
———————————————————————
સાવરકુંડલા માનવમંદિર હરિના બાળકોને ભોજન સાથે છાશ દૂધ તેમજ ચા-પાણી માટે શુદ્ધ ગીર ગાયનું દૂધ મળી રહે તેવી ઉમદા ભાવનાથી માનવમંદિર ખાતે ગીરગાય ગૌશાળા બનાવવામાં આવી છે. હાલમાં માનવમંદિર હરિના બાળકોની સંખ્યા સાંઇઠની ઉપર થઈ જતાં દૂધ છાશની તંગી ન પડે તે માટે આગોતરું આયોજન કરીને પૂ. ભક્તિરામબાપુએ તેના સૌથી જૂના સેવક ભુરાભાઈ વાળાને ગીરગાય વેચાતી લાવવા માટે સુચન કરેલ જેથી ભુરાભાઈ વાળા રાજુલા તાલુકાના વડ અને ભચાદર ગામે ગીર ગાય માટે તપાસ કરી હતી તેમના સંબંધી મધુભાઈ ધાખડા અને મધુભાઈ લૈયા સાથે મુલાકાત કરી ગીરગાય કયા વેચાણ છે? તેની માહિતી એકત્ર કરી આ તકે માનવ મંદિર ગૌશાળાના ગોવાળ તેમજ માનવ મંદિરના સેવક બળવંત મહેતા હાજર હતા.. આમ હરિના બાળકોના સ્વાસ્થ્ય માટે સતત ચિંતિત તેમજ મનોરોગી બહેનોને સંપૂર્ણ શુધ્ધ આરોગ્યપ્રદ આહાર મળી રહે તે માટે એક ઘરનાં મોભીની જેમ સતત પ્રયત્નશીલ રહે છે.


