Gujarat

આવતી કાલે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના છોટાઉદેપુર ખાતેના કાર્યક્રમનો  વિરોધ થવાના એંધાણ વર્તાઈ રહયા છે,

રાઠવા જાતિના દાખલાનો પ્રશ્ન હલ ન થતા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા CM ના કાર્યક્રમનો વિરોધ કરવા માટે આ સમસ્ત રાઠવા સમાજને અપીલ પણ કરવામાં આવી છે.  વિઓ:             આવતી કાલે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકતે છે અને છોટાઉદેપુર ખાતે એસ એન કોલેજના મેદાનમાં મુખ્ય પ્રધાનનો એક વિશાળ જનસભા ને સંબોધશે સાથે છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ તેમજ અન્ય વિકાસના રૂપિયા 131 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવાના છે ત્યારે મુખ્ય પ્રધાનના આ કાર્યક્રમનો વિરોધ કરવાનો શૂર ઉઠ્યો છે, છોટાઉદેપુર જિલ્લાના સમસ્ત રાઠવા આદિવાસી સમાજ ના નેજા હેઠળ જિલ્લા કલેકટર ને 6 મુદાનું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે,જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી રાઠવા જાતિના દાખલા નો સળગતો પ્રશ્ન છે તેને મુખ્ય પ્રધાન સમક્ષ રજુ કરવામાં આવે અને સત્વરે તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, સાથે આવેદન પત્ર મા મુખ્ય પ્રધાનના કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે,રાઠસેનના પ્રમુખ અને સમસ્ત આદિવાસી સમાજના યુવા આગેવાન અને કોંગ્રેસના યુવા મોરચાના જિલ્લા પ્રમુખ દ્વારા ગઈકાલથી સોસીયલ મીડિયામાં રાઠવા જાતિના પ્રશ્નને લઈ મુખ્ય પ્રધાનના કાર્યક્રમના બહિષ્કાર અને વિરોધ માટેની અપીલ કરતા મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યા છે, ત્યારે  વિષ્ણુ રાઠવાએ જણાવ્યું હતુંકે રાઠવા જાતિના દાખલા ન મળવાને લઈ સેંકડો ઉમેદવારોને પસંદગી પામવા છતાં નોકરીના ઓર્ડર આપવામાં નથી આવી રહયા અને જાતિના દાખલા પણ આપવામાં નથી આવી રહયા ,માધુરી પાટીલ જજમેન્ટ આધારે ત્રણ મહિનામાં શરતી ઓર્ડર આપવાની ભલામણ પણ કરવામાં આવી છે છતા તેનો અમલ કરવામાં નથી આવતો ..ભૂતકાળમાં પંથકના કોંગ્રેસ -ભાજપના પદાધિકારીઓ એ ભેગા મળી આંદોલનો પણ કર્યા છે છતાં સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું જેને લઈ આવતી કાલે મુખ્યપ્રધાનના કાર્યક્રમનો વ્યૂહાત્મક રીતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને કાળા વાવટા પણ ફરકાવવાની પણ ચીમકી આપી છે,સાથે સોસીયલ મીડિયામાં તમામ પક્ષના સરપંચ,તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યોને પક્ષ થી પર રહી સમાજના અસ્તિત્વની લડાઈમાં સાથ આપવા CM ના કાર્યક્રમમાં જવાનું ટાળી બહિષ્કાર કરવાની અપીલ કરી છે.

Screenshot_20220504-184018_2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *