રાજકોટ
રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં આવેલ ઇન્દ્રાટેલિલિંક્સ નામની કંપનીમાં મીકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરૂ છું. તેમજ હું કોસમોસ બેંક અમીનમાર્ગ રાજકોટમાં એકાઉન્ટ નંબર ૦૭૦૦૫૦૧૦૧૯૪૨૪, બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ નંબર ૩૮૭૬૦૧૦૦૦૦૮૪૯૯ અને બેંક ઓફ ઇ ન્ડીયા એકાઉન્ટ નંબર ૩૧૩૨૧૦૩૧૦૦૦૧૫૪૫ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ૩૪૦૭૫૩૭૮૭૮૮ થી સેવિંગ એકાઉન્ટ ધરાવતો હતો જે એકાઉન્ટ જાન્યુઆરી ૨૦૨૦માં બંધ કરાવેલ છે. આ ચારેય બેંક એકાઉન્ટમાં નેટ બેંકીંગની સુવિધા માટે મારો મોબાઇલ નંબ ૯૫૧૦૭૦૩૯૯૭ રજીસ્ટર્ડ કરાવેલ હતો. વર્ષ ૨૦૧૯ માં હું ભરૂડી ટોલનાકા પાસે આવેલ સિનોવા ગીયર્સ નામની કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. ત્યારે અમારી કંપનીમાં મેં એક ઘાયલ કબુતર જાેયેલ જે કબુતરની સારવાર કરાવવા માટે મેં મારા મોબાઇલથી ગુગલમાં એનિમલ હેલ્પ લાઇનનો નંબર સર્ચ કરી મો.નં ૭૭૩૫૯ ૭૦૫૯૬માં ફોન કરતા ફોન રીસીવ થયેલ નહી. અને બે ત્રણ મીનીટ પછી મારા મોબાઈલ ફોનમાં મોબાઇલ નંબર ૭૭૩૫૯ ૭૦૫૯૬ પરથી ફોન આવેલ અને સામેથી વાત કરનાર વ્યક્તિએ મારી સાથે હીન્દી ભાષામાં વાત કરી મને કહેલ કે ૧૦ રૂપિયાના દરે એમ્બ્યુલન્સ મોકલવામાં આવશે જેનું પેમેન્ટ તમે ગુગલ પે અથવા નેટ બેંકીંગથી કરી શકો છો. જેથી મેં કહેલ કે હું ગૂગલ પે દ્વારા ૧૦ રૂપિયા ચૂકવવા માંગુ છું એટલી વાત થયેલ હતી અને થોડીવારમાં મારા ફોનમાં મોબાઇલ નંબર ૬૨૯૦૬૫૦૨૪૩ ઉપરથી ટેક્સ્ટ મેસેજ આવેલ અને ફરીવાર મને મોબાઇલ નંબર ૭૭૩૫૯ ૭૦૫૯૬૭૦૫૯૬ પરથી ફોન આવેલ કે તમારા મોબાઇલમાં એક મેસેજ આવેલ છે. તે મેસેજ હું જે નંબર લખાવું તેમાં ફોરવર્ડ કરી દો, તેમ વાત કરી મને ૯૬૩૪૨૨૪૭૪૭ નંબર લખાવેલ હતા અને મેં ચાલુ ફોનમાં મારા મોબાઇલમાં આવેલ મેસેજ તેણે લખાવેલ મોબાઇલ નંબર ૯૬૩૪૨૨૪૭૪૭ ઉપર ટેક્સ્ટ મેસેજ કરી ફોરવર્ડ કરેલ હતા. ત્યારબાદ ચાલુ ફોનમાં તેણે મને કહેલ કે એનિમલ હેલ્પ લાઇનનું ફોર્મ ભરવાની લિંક મોકલું છું તે ઓપન કરી ફોર્મ ભરી દો તેમ કહેતા મારા મોબાઇલમાં મોબાઇલ નંબર ૮૧૪૧૧૭૯૦૨ ઉ૫૨ થી એક લિંક આવેલ જે લિંક મેં ખોલતા એક ફોર્મ ખુલેલ જેમાં મારૂ નામ , ૧૦ રૂપિયા એમાઉન્ટ અને યુપીઆઈ પિન નંબર એન્ટર કરતા સામેથી વાત કરનાર વ્યક્તિએ મને કહેલ કે તમારૂ ફોર્મ ભરાઇ ગયેલ છે થોડી વારમાં એનિમલ હેલ્પલાઇનમાંથી ગાડી આવશે. તેમ વાત કરી ફોન કાપી નાખેલ હતો. ત્યારબાદ ૨ મિનિટમાં મારા મોબાઇલમાં બેંકોમાંથી મેસેજ આવતા મને જાણ થયેલ કે મારા એસ.બી.આઇ. એકાન્ટમાંથી રૂ.૪,૨૦૦, બેંક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટમાંથી રૂ.૨,૬૦૦, કોસમોસ બેંક એકાઉન્ટમાંથી રૂ.૨,૨૦૦, બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂ.૨ હજાર એમ કુલ ૧૧ હજાર ઉપડી ગયેલ હતા. અને આ બાબતે મેં પોલીસ કમિશનર સાહેબ રાજકોટની કચેરીમાં અરજી કરેલ હતી. અંગેની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પહેલા તો નિરક્ષર લોકો ઓનલાઈન છેતરપીંડીના ભોગ બનતા હતા. હવે તો ગ્રેજયુએટ અને એન્જિનિય કક્ષાના લોકો પણ ભોગ બની રહ્યા છે. જેમાં રાજકોટના મિકેનિકલ એન્જિનિયરે તેની કંપનીમાં ઘાયલ કબૂતરની સારવાર કરાવવા ઓનલાઈન સર્ચ કરી એનિમલ હેલ્પલાઈનનો સંપર્ક કરતાં અલગ અલગ ૪ એકાઉન્ટમાંથી રૂ.૧૧ હજાર ઉપડી ગયાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.


