Gujarat

સુરજપુરા ખાતે રામદેવજી મંદિર નો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના સુરજપુરા ખાતે બાબા રામદેવજી મહારાજ મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.આ પ્રસંગે યજ્ઞ,કુટીર હોમ,શોભાયાત્રા,આરતી અને જ્યોતિ પાઠ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમમાં આજુબાજુના ધર્મપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ શુભ અવસરે પ્રકાશરામ મહારાજ કપરુપુર,ગુણવંતરામ મહારાજ કાકલીયા,શંકરદાસ મહારાજ ચુનેલ,નિરંજન દાસ મહારાજ મહીસા તેમજ બાલુરામ મહારાજ સિંગોડિયા ના સંતો ઉપસ્થિત રહ્યા હતા.સમસ્ત સુરાજપુરા ગ્રામજનો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

IMG-20220508-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *