Gujarat

દેલવાડાના ગુપ્ત પ્રયાગ તિર્થધામમાં થયેલ રૂ.૫ લાખની ચોરીનો ભેદ ગણતરીની કલાકમાં ઉકેલાયો..

 

પોલીસે રૂ.૫૦ હજાર રોકડા તેમજ સોનાના દાગીના કબ્જે કર્યા…

ઊના – દેલવાડાના ગુપ્ત પ્રયાગ તિર્થધામમાં જાણભેદુ શખ્સે આશ્રમના રૂમના દરવાજાનું તાળુ ડુબ્લીકેટ ચાવીથી ખોલી અંદર પ્રવેશ કરી અને કબાટમાં રાખેલા સોનાની દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી નાશી ગયેલ હતો. આ ચોરી કરનાર શખ્સને પોલીસ ગણતરીની કલાકમાં પકડી પાડી પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.

દેલવાડા ગુપ્ત પ્રયાગ આશ્રમમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહીત કુલ કિ.રૂ. 4, 81, ૦૦૦ની ચોરી કરનાર શખ્સની પોલીસે પકડી પડવા ચક્રગતીમાન કરતા સીલોજ ગામે રહેતો અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો બંસીભારથી બટુકભારથી ગોસ્વામી ઉ.વ૨૭ એક વર્ષ પહેલા ગુપ્ત પ્રયાગ આશ્રમમાં નોકરી કરતો હોય અને કોઇ કારણોસર તેમને નોકરી માંથી છુટો કરી દેવામાં આવેલ તેમ છતાં પણ તેમની અવર જવર આશ્રમ પર રહેતી હોય અને આશ્રમમાં ચોરી થતાં બંસીભારથી શંકાના દાયરામાં હોય તેથી ઉના પી આઇ એમ યુ મસી તેમજ પોલીસ સ્ટાફે ગણતરીની કલાકમાં તેમને ઝડપી આખરી પુછપરછ કરતા બંસીભારથી ભાંગી પડેલ અને પોલીસ સમક્ષ પોતે ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે તેમની પાસેથી રૂ. ૫૦ હજાર રોકડા, તથા સોનાનો ચેઇન તેમજ માળા કુલ કિ.રૂ. ૧.૯૦ લાખનો મુદામાલ કબ્જે કરી લીધેલ છે. આ સીવાય રૂ.૨.૭૧.૪૦૦ ના સોનાના દાગીના ઉના બેંક ઓફ ઇન્ડીયામાં ગીરવે મુક્યા હોવાનું પણ ખુલવા પામેલ છે. આ ચોરીનો ભેદ ઉકેલાય જતાં પોલીસે તમામ સોનાના દાગીના કબ્જે કરેલ હોય જ્યારે ચોરીમાં રૂ.૭૦ હજાર રોકડ ગયેલ હોય તેમાંથી રૂ.૫૦ હજાર પોલીસે કબ્જે કરેલ છે. જ્યારે બાકીના રૂ.૨૦ હજાર બંસીભારથીએ કોઇને ઉછીના આપેલ હોવાનું પોલીસ સમક્ષ જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *