ભરૂચ
ભરૂચ જિલ્લા માં વાહન ચોરીના બનાવ માં વધારો જાેવા મળ્યો હોય તેવી ઘટના સામે આવી છે જેમાં ના અલગ અલગ ૨ સ્થળોએથી ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા. વાહન ચોરીની એક ઘટનામાં ભરૂચના નારાયણ નગર-૨માં રહેતા ધર્મેન્દ્ર ધનજી પરમાર એક્ટિવા અને બાઈક નંબર-જી.જે.૧૬.સી.એ.૦૩૬૨ લઇ પત્ની-પુત્રી અને પુત્ર સાથે ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલા સ્વામી નારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે દરમિયાન મંદિરના પાર્કિંગમાં એક્ટિવા અને બાઈક પાર્ક કર્યું હતું. તે સમયે વાહન ચોરોએ ત્રાટકી તેમની ૨૫ હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બાઈક ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાહન ચોરીના અન્ય એક બનાવમાં ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના નિશાળ ફળિયામાં રહેતા રોશન ધનસુખ પાટણવાડિયાએ પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.એલ.૮૦૧૦ પોતાના મુલદ ગામના પંચાયત ફળિયામાં રહેતા મિત્ર વિજય વસાવાના ઘરના આંગણામાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેમની રૂ. ૨૫ હજારની કિંમતની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બાઈક ચોરી અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી ચક્ર ગીમાન કાર્ય હતા.
