Gujarat

ગીરગઢડા તાલુકાની ધોકડવા આંગણવાડીની હાલત દયનીય

ભરત ગંગદેવ
ગીર ગઢડા
ધમધખતા તાપની ગરમીમાં પંખા વગર ઉજળતું ભારત દેશનું ભાવિ
એક તરફ સરકાર બાળકોમાંથી કુપોષણ દૂર કરવા અનેક પ્રયાસો કરે છે તો બીજી તરફ પાયાનું શિક્ષણ આપતી આંગણવાડીની કફોડી હાલત જોતા જ હયું કકડી ઉઠે તેવા દ્ર્શ્યો ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામનાં ત્રણ નંબર આંગણવાડીકેન્દ્રોમાં જોવા મળી રહ્યા છે આંગણવાડી કેન્દ્રમાં પંખા તો છે પરંતુ બંધ સ્થતીને કારણે બાળકોને અસહ્ય ગરમી વેઠવી પડે છે જેનાથી બાળકો ન આવતા હોવાની ચોકાવનારી વિગતો મળી છે.
ગીરગઢડાના ધોકડવામાં આંગણવાડી કેન્દ્રમાં પંખા વગર બાળકોની હાલત ખુબજ અતિશય દયનીય બની છે.
ગીરગઢડાના ધોકડવા ગામે આંગણવાડી કેન્દ્ર નં 3 માં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પંખા બંધ હોવાના કારણે બાળકો ગરમીથી ત્રસ્ત બન્યા છે અને પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાની વિગતો મળી રહી છે. આંગણવાડી મકાન પણ જર્જરીત હાલત હોય બાળકોના જીવનું જોખમ મંડાય રહ્યુ છે. ત્યારે આ બાબતે અગાઉ તૌકતે વાવાઝોડા બાદ ઉચ્ચકક્ષાએ લેખિત રજુઆત કરવા છતાં કોઇ કામગીરી હાથ ધરવામાં આવેલ ન હોવાની પણ ચર્ચાઓનો દોર શરૂ થયો છે.
ગીરગઢડાના ધોકડવા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નં.૩ મકાન જર્જરીત હાલતમાં અને સ્લેબના પણ પોપડા ઉખડી ગયા છે. ત્યારે અહી આવતા લાભાર્થી અને આવતા બાળકોનું અને આંગણવાડી કર્મીઓના જીવનું જોખમ પણ મંડાય રહ્યુ છે. તેમજ હાલ ઉનાળામાં કાળજા કંપાવે તેવી ગરમીના ઉકળાટ વચ્ચે આ ઓરડામાં પંખા બંધ હાલતમાં છે. ત્યારે જોવાનું એ રહ્યુ કે તંત્રના અધિકારીઓ ઉનાળામાં એસીમાં બેસીને ચિંતિત થશે કે આ બાળકોને આંગણવાડીમાં પંખા બંધ હોવાથી ઉકળાટ વચ્ચે જ બેસાડવામાં આવશે. ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીએ બાળકના હિતને ધ્યાને રાખી આંગણવાડીના ઓરડામાં નવા પંખા ફિટ કરાવવાની વ્યવસ્થા કરાવા કોઈ જહેમત ઉઠાવશે કે કેમ તેવા અનેક સવાલો આ વાલીઓ દ્વારા ઉઠવા પામેલ છે. જ્યારે ઉનાળાની ઋતુમાં અધિકારીઓ એસીમાં બેઠા છે ત્યારે નાના- નાના ભુલકાઓની શું હાલત થતી હશે તે બાબતે નિદ્રાધીનતંત્રએ માનવીય અભિગમ દાખવી વિચારવુ જોઇએ.
ધોકડવા ગામનાં રાજુભઈ દુલાભાઈ બલદાણીયાએ જણાવ્યું હતું કે પોતાના બાળકને આંગણાવાડી કેન્દ્રમાં નહી જવાનું શા માટે કહે છે? તેમના બાળકે આંગણવાડીમાં ભણવા જાયે તો ત્યા પંખા બંધ હોવાથી ગરમી બહુજ થતી હોય છે એટલે તે ભણવા નહીં જાય તેવુ જણાવતા રાજુભાઈ બલદાણીયાએ પોતાના બાળકને આંગણવાડીએ જવા દેવાનું હાલ ટાળ્યુ છે. આથી તંત્ર દ્રારા આંગણવાડી કેન્દ્રમાં રહેલા પંખાઓ તો તાત્કાલીક ચાલુ કરાવા અને જર્જરિત આંગણવાડીની પણ મરામત કરાવવી અને જ્યાં સુધી યોગ્ય ન થાય ત્યાં સુધી આંગણવાડીકેન્દ્રની અન્ય જગ્યાએ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવા સ્થાનિક લોકમાં માંગણી ઉઠવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *