રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામા છોટાઉદેપુર ના નવદુર્ગા પેટ્રોલ પમ્પ ખાતે વડોદરા ગેસ લિમિટેડ અને IOC ના સંયુક્ત ઉપક્રમે વડોદરા ગેસ ના જિલ્લાના સૌ પ્રથમ CNG ગેસ સ્ટેશન નો શુભારંભ કરવામાં આવ્યો, પર્યાવરણ ને નુકશાન ન થવાની સાથે પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ એવા CNG સ્ટેશન ની શરૂઆત થતા વિસ્તારના લોકોને આર્થિક ફાયદો થશે સાથે પર્યાવરણને પણ મોટો ફાયદો થશે, વિસ્તારના CNG વાહન ચાલકોની ચિંતા કરીને જિલ્લા વહીવટી તંત્ર અને પમ્પના માલિક સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા તેમજ વડોદરા ગેસ અને IOC ના સંયુક્ત પ્રયાસો દ્વારા આજે ફતેપુરા હાઇવે ઉપર નવદુર્ગા પેટ્રોલ પમ્પ ખાતે CNG ગેસ સ્ટેશનના લોકાર્પણ કરવામાં આવ્યું,કાર્યક્રમમાં વડોદરા ગેસ અને IOC ના ઉચ્ચ અધિકારીઓ ,છોટાઉદેપુર ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ,પુરવઠા વિભાગના અધિકારીઓ, નગર પાલિકાના સદસ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, બુસ્ટર સુવિધા હોવાને લઇ CNG વાહન ધારકોને અહીં પૂરતા પ્રેસર સાથે ગેસ 24 કલાક ઉપલબ્ધ થશે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


