Gujarat

સિદ્ધપુર પાસેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડતી પાટણ પોલીસ

પાટણ
પાટણના સિદ્ધપુર હાઇવે પરથી એસઓજી પોલીસ અને એલસીબી પોલીસે બાતમીના આધારે પાલનપુર તરફથી અમદાવાદ વિદેશી દારૂ ભરીને લઈ જતું કન્ટેનર ઝડપી પાડ્યુ હતુ. જેમાથી ૫૮૮ પેટી સાથે એક શખ્સની ઝડપી કુલ ૩૦.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા કડક સુચના આપવામાં આવી છે. ત્યારે એસઓજી પીઆઈ વી.આર.ચૉધરી એસઓજી ટીમ અને એલસીબી પાટણના પોલીસ સ્ટાફ સિદ્ધપુર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. એક ટ્રક નંબર.(જીજે-૨૭-ટીટી-૭૦૩૦)માં ભારતીય બનાવ ટનો વિદેશી દારૂ ભરી પાલનપુર તરફથી આવી મહેસાણા તરફ જનાર છે. બાતમીના આધારે પોલીસે સિદ્ધપુર તાવડીયા પાસે નાકા બંદી કરી પૂછપરછ કરી તાપસ કરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂની ૫૮૮ પેટી દારૂમાં ૧૪ હજાર ૬૧૬ બોટલનો જથ્થો જેની કિંમત ૧૯.૮૯ લાખ અને કન્ટેનર મળી ૩૦.૯૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *