Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનના કાકડકુંડ ગામ પાસેથી કિ.રૂ.૫,૩૧,૬૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને બોલેરો ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યો.

 ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…. જે અન્વયે  એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશનન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે કાકડકુંડ  ગામ પાસે પ્રોફી-વોચ નાકાબંધી કરતા એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૫,૩૧,૬૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ  કિ.રૂ.૮,૩૧,૬૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલઃ છોટાઉદેપુર

IMG-20220517-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *