છોટાઉદેપુર અને બોડેલી એસ
ટી ડેપો મા ડીઝલ પંપ બંધ કરી દેવાતા બોડેલી ના ખાનગી પેટ્રોલ પંપ પર બસોની કતારો
મુસાફરો ભરેલી એસ.ટી બસોમાં ડીઝલ ભરવા ઉભા રહેતા મુસાફરો ની હાલત કફોડી
રાજ્યભરમા એસ.ટી નિગમ ને સરકાર દ્વારા બજાર કરતા વધારે ભાવે ડિજલ આપતા રાજયના 12 ડિવીઝનના 126 ડેપો ની એસ.ટી બસોને ખાનગી પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે જવાનો વારો આવ્યો છે
છોટાઉદેપુર જીલ્લા ના છોટાઉદેપુર એસ.ટી ડેપો તેમજ બોડેલી એસ.ટી ડેપોની બસોને બોડેલી ના હાલોલ રોડ પર આવેલા ખાનગી કરણ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે મોકલવી પડે છે
બોડેલી એસ.ટી ડેપોની મોટાભાગની ખાલી બસો ડીઝલ ભરાવવા માટે જાય છે પરંતુ છોટાઉદેપુર એસ.ટી ડેપોની બસો મુસાફરો ભરીને આવતી હોય કલાકો સુધી બસ મા બેસી રાહ જોવાનો વારો આવી રહ્યો છે હાલ ઉનાળાની રુતુને લઇ અસહ્ય ગરમી પડતી હોય મુસાફરો ને બફાઇ રહ્યા છે
છોટાઉદેપુર થી વડોદરા ,અમદાવાદ હિંમતનગર સહિત ની એસ.ટી બસો બોડેલી પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે આવી રહી છે ત્યારે કેટલીક વખત ઓનલાઈન સમસ્યા અથવાતો ડીઝલ પંપ મા ધીમી ગતિએ ચાલવાથી સહીતના કારણોસર એસ.ટી બસોની ડીઝલ ભરાવવા માટે લાઇનો લાગી રહી છે
છોટાઉદેપુર ડેપોની 84 બસોમા આશરે 6000 લીટર જેટલુ ડીઝલ તેમજ બોડેલી એસ ટી ડેપો ની 55 બસ મા આશરે 4000 લીટર જેટલા ડીઝલ નો વપરાશ થતો હોય એસ.ટી બસોને ડ્રાઇવરોને પણ કલાકો સુધી લાઇનમા ઉભા રહેવાનો વારો આવતો હોય મુશ્કેલી ઉભી થઈ રહી છે
છોટાઉદેપુર થી બસ મા સવાર મુસાફરો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમને કલાકો સુધી બસ મા બેસી રહેવાનો વારો આવી રહ્યો છે કોઇને વડોદરા જઇ ટ્રેન પકડવાની હોય તો ટ્રેન ચુકી જાય તો મુશ્કેલીમાં મુકાય તો કોઇ વડોદરા હોસ્પીટલે સારવાર અર્થે જતા હોય અને ત્યા તેને કોઇ ડોક્ટર ની એપોઇમેન્ટ લીધી હોય તો તે સમયસર પહોંચી શકતા નથી તેવા બનાવો બની રહ્યા છે
એસ.ટી નિગમ અને સરકારની અન આવડતને લઇ બસોમા મુસાફરી કરતા સામાન્ય માણસ ની હાલત કફોડી બની
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


