Delhi

શિમરોન હેટમાયરની પત્ની પર કોમેન્ટ કરી સુનિલ ગાવસ્કર ફસાયો

નવીદિલ્હી
ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર સુનીલ ગાવસ્કરની કોમેન્ટ લોકોને ખરાબ લાગી છે. લોકો તેને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે જ્યારે હેટમાયર મેદાન પર આવ્યો ત્યારે તેણે રાજસ્થાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાવસ્કરે કહ્યુ- શિમરન હેટમાયરની પત્ની (નિર્વાણી) એ તો ડિલિવર કરી દીધુ, શું તે રાજસ્થાન રોયલ્સ માટે ડિલિવર (રન બનાવશે) કરશે? હવે ગાવસ્કર પોતાની આ કોમેન્ટ્રી માટે ટ્રોલ થઈ રહ્યા છે. લોકો તેમને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. હેટમાયર ચેન્નઈ સામે મેચમાં ૭ બોલમાં ૬ રન બનાવી આઉટ થયો હતો. બીજી તરફ અશ્વિને માત્ર ૨૩ બોલમાં બે ફોર અને ત્રણ સિક્સની મદદથી ૪૦ રન બનાવી પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં પણ એન્ટ્રી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટર શિમરોન હેટમાયરે આ વર્ષે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે સારૂ પ્રદર્શન કર્યુ છે. હેટમાયર થોડા દિવસ પહેલા આઈપીએલમાંથી બ્રેક લઈને સ્વદેશ પરત ફર્યો હતો. તેની પત્નીએ બાળકને જન્મ આપ્યા બાદ હેટમાયર ફરી ટીમ સાથે જાેડાયો હતો. તે ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલા મુકાબલામાં મેદાન પર ફતર્યો હતો. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કરે એવી વાત કરી જે લોકોને ખરાબ લાગી છે.

India-Sport-IPL-2022-Sunil-Gavaskar-caught-commenting-on-Shimron-Hatmeyers-wife-Babal-on-Twitter.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *