મોડાસા
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર ગામ પાસેથી નીકળતા મોડાસા-નડિયાદ હાઈવે પર શનિવારે બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. જે બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ આગના બનાવથી ૬ જેટલા લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.મોડાસા પાસે આવેલા આલમપુર ગામ નજીક બે ટ્રક અને કાર વચ્ચે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં અંદાજે ૬ જેટલા લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતના પગલે મોડાસા-નડીયાદ હાઈવે બંધ કરી દેવો પડ્યો છે. જેના કારણે ૧૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.
