Maharashtra

દિલ્હી-મુંબઈની મેચ વચ્ચે બેંગ્લોરની ટીમને લાભ થયો

મુંબઈ
આઈપીએલ ૨૦૨૨માં ગઈકાલે રમાયેલી ૬૯મીં મેચ બાદ પ્લે ઓફની ૪ ટીમની જાહેરાત થઈ છે. ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્‌સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લે ઓફમાં એન્ટ્રી કરી છે. આ ટીમ વચ્ચે આગામી દિવસોમાં જંગ જાેવા મળશે. ગઈકાલે રમાયેલી મેચમાં દિલ્લી કેપિટલ્સને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ટીમ સીઝનથી બહાર થઈ છે. દિલ્લીની ટીમને પ્લે ઓફથી બહાર કરવામાં કેપ્ટન ઋષભ પંતથી મેદાન પર થયેલી ભૂલ જવાબદાર છે. આ ભૂલના કારણે ટીમ પ્લે ઓફમાં પહોંચી નથી.ૈંઁન્માં મેચ દિલ્લી અને મુંબઈની હતી અને લાભ લઈ ગઈ બેંગ્લોરની ટીમ, જાણો ઇઝ્રમ્ સાથે મળીને કોહલી કેમ જાેતા હતો આખી મેચ. મુંબઈ અને દિલ્લીની આખી મેચ જાેવા માટે બેસી રહ્યાં હતાં કોહલી સહિત આરસીબીના બધા ખેલાડીઓ. દિલ્લી કેપિટલ્સની ટીમ માટે ગઈકાલે કરો અથવા મરે જાેવી સ્થિતિ હતી. દિલ્લીની ટીમ મેચને જીતીને પ્લે ઓફમાં એન્ટ્રી કરી શકતી હતી, જાેકે મુંબઈની ટીમ સાથે હાર થતા સ્વપ્ન તૂટ્યો છે. આ મેચમાં દિલ્લીની હાર પાછળ મુંબઈના બેટ્‌સમેન ડેવિડનો હાથ રહ્યો. ટીમ ડેવિડે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પરંતુ કેપ્ટન ઋષભ પંતથી થયેલી ભૂલ થઈ. તેમણે ટીમ ડેવિડના વિરૂદ્ધમાં ડ્ઢઇજી ન લેતા ભૂલ કરી, કેમક મેચમાં ડેવિડ સ્પષ્ટ આઉટ હતા, પરંતુ એમ્પાયરે આઉટ આપ્યો ન હતો. મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ દરમિયાન શાર્દુલ ઠાકુર ૧૫મી ઓવર નાખી રહ્યા હતા. આ ઓવરમાં શાર્દુલ ઠાકુરે ડેવિડને ઓફ સ્ટમ્પથી સારી ડિલિવરી કરી, અને ડેવિડ બોલને મારવાથી ચૂક્યા હતા, બોલ ડેવિડના બેટને અડીને કેપ્ટન ઋષભ પંતે કેચ કર્યો હતો. જાેકે એમ્પાયરે આઉટ આપ્યો ન હતો. એમ્પાયરના વિરૂદ્ધમાં કેપ્ટન ઋષભ પંત ડ્ઢઇજી લઈ શકતા હતા, જાેકે શાર્દુલ ઠાકુર અને ઋષભ પંતની વાતચીત બાદ અંતે ડ્ઢઇજી ન લેવાનો ર્નિણય કરાયો હતો. અને પાછળથી જાણકારી થઈ હતી કે, બેટ્‌સમેનના બેટ પર બોલ અડીને નિકળી હતી. ટીમ ડેવિડે છેલ્લા કેટલાક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી બેટિંગ કરી છે. ટીમ ડેવિડે ગઈકાલની મેચમાં ૧૧ બોલમાં ૩૪ રન ફટકારીને દિલ્લી કેપિટલ્સ પાસેથી મેચ પોતાની ટીમના નામે કરી હતી. ટીમ ડેવિડની ધમાકેધાર બેટિંગના કારણે મુંબઈની ટીમની ૫ વિકેટે જીત થઈ.

India-TATA-IPL-2022-Delhi-Vs-Mumbai-Match.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *