વિઓ: સમાજમાં ચાલતા કુરિવાજો ,ખોટાખચાઁ , દહેજ પ્રથા ના નિવારણ ને લઈ અને ગરીબ માં ગરીબ વ્યક્તિ પોતાના દીકરા અને દીકરી ના લગ્ન માનસન્માન થી કરી શકે એવાં આશયથી તડવી સમાજ દ્વારા 18 વર્ષો થી સમુહ લગ્ન નુ આયોજન કરવામાં આવે છે
તડવી સમાજ દ્વારા દર વર્ષે સમુહ લગ્ન નુ આયોજન કરવા માં આવે છે તેમ આ વખતે સંખેડા ના તડવી સમાજની વાડીમાં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું સંખેડા ખાતે યોજાયેલ સમુહ લગ્નમાં સમાજનાં દાતાઓ દ્વારા વિવિધ પ્રકારની ભેટ-સોગાદો નવદંપતિઓને આપવામા આવી હતી. સમૂહ લગ્નમાં ખાસ ઉલ્લેખનીય છે કે આર્થિક રીતે સંપન્ન લોકો એ પણ આ સમૂહ લગ્ન માં જોડાઇ પોતાના દીકરા – દીકરીઓનાં લગ્ન કરાવી સમાજ દ્વારા થતા સરાહનીય કાયૅને આવકાયુઁ હતુ . આ સમુહ લગ્ન મા નરેશભાઈ પટેલ આદિજાતિ મંત્રી, નિમીષાબેન સુથાર આરોગ્ય મંત્રી તેમજ પ્રભારી મંત્રી છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા. અભેસિંહ તડવી ધારાસભ્ય સંખેડા સહીતનાં અગ્રણીઓ એ ખાસ ઉપસ્થિત રહી નવયુગલો ને આશિર્વાદ આપ્યા હતાં.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


