Gujarat

સાવરકુંડલા તાલુકામાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ આર સી એસ ઑ ડો. એમ. પી. કાપડિયાની સૂચનાથી સાવકુંડલા આરોગ્ય વિભાગ દ્વારા તમાકુના સેવનથી થનાર નુકશાન જેમ કે કૅન્સર તથા અલગ અલગ બીમારી વિશે સમજાવા માં આવ્યું તેમજ દરેક સ્થળો પર પત્રિકા વિતરણની સાથે માઇક પ્રચાર કરી લોકોને તમાકુની બનાવટોથી થતા નુકસાન વિશે સમજાવવામાં આવ્યા હતા. ઉપરાંત, સાવરકુંડલા શહેરમાં જાહેર પ્રતિબંધિત સ્થળો પર ધૂમ્રપાન કરનારને ૨૦૫૦ રુપિયા નિયમાનુસાર દંડ વસૂલ કરેલ હતો. આ રેલીમાં ડો. એસ બી મીના , સંજયભાઈ મહેતા આર બી એસ કે મેડિકલ ઓફિસર સુપરવાઇઝર તથા આશાબહેનો જોડાયા હતા.

IMG-20220602-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *