Gujarat

બોટાદ જીલ્લા અનુ.જાતિ મોરચાના પ્રમુખ અને રાણપુર તાલુકા આગેવાન વિનુભાઈ સોલંકીએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

 

સમઢીયાળા-1 ખાતે આવેલ માનવ સેવા મંદ બુદ્ધિ આશ્રમમાં રહેતા 70 લોકોને ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો

હાલના સમયમાં લોકો પોતાના જન્મદિવસની કેક કીપી મેળાવડા કરી ઉજવણી કરતા હોય છે ત્યારે
બોટાદ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચો ના પ્રમુખ અને રાણપુર તાલુકાના આગેવાન વિનુભાઇ સોલંકી ના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી સમઢીયાળા-1 ખાતે આવેલ માનવ સેવા મંદ બુદ્ધિ આશ્રમમાં રહેતા 70 જેટલા આશ્રમ નિવાસી ને ભોજન કરાવી વિનુભાઇ સોલંકીએ જન્મદિવસ ઉજવણી કરી હતી આ પ્રસંગે સમઢીયાળા-1 માનવ સેવા મંદ બુધ્ધિ આશ્રમના પ્રમુખ જયંતીભાઈ પટેલ તથા બોટાદ જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા ના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220602-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *