Delhi

૩૦ જૂન સુધીમાં તમારા પાનને આધાર સાથે લિંક નહીં કરો તો ભરવો પડશે ભારે દંડ

નવીદિલ્હી
શું તમે તમારા પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું છે? જાે ન કર્યું હોય તો તરત કરી દો. દંડ ભરીને લિંક કરવાની અંતિમ તારીખ નજીક આવી ગઈ છે. પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૨ નક્કી કરવામાં આવી હતી. જાેકે, ત્યારબાદ તેને દંડ સાથે ૩૦ જૂન, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી હતી. હવે ૩૦ જૂનની છેલ્લી તારીખ પણ આ મહિને પૂરી થશે. ૩૧ માર્ચ બાદ ૫૦૦ રૂપિયાની લેટ ફી લગાવવામાં આવી હતી. હવે જાે તમે ૩૦ જૂને પાન અને આધાર લિંક નહીં કરો તો દંડ બમણો થઈ જશે અને તમારે ૧૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ૩૦ જૂન પહેલા પાન સાથે પોતાના આધારને લિંક કરનારા ટેક્સપેયર્સ પર ૫૦૦ રૂપિયા લેટ ફી લાગશે. જાે કે, આ લિંકિંગ ૧ જુલાઇએ અથવા તે પછી કરવામાં આવે છે, તો કરદાતાઓએ લેટ ફી તરીકે ૧,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ ફીનું પેમેન્ટ ચલણ નં. આઇટીએનએસ ૨૮૦ દ્વારા કરી શકાય છે, જેમાં મેજર હેડ ૦૦૨૧ અને માઇનોર હેડ ૫૦૦ છે. જાે કરદાતાઓ ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં તેમની આધાર વિગતો અને તેમના પાન નંબરને લિંક નહીં કરે તો તેમનું પાન નિષ્ક્રિય થઈ જશે. જેના કારણે પાન કાર્ડ ફરજિયાત હોય તેવા મ્યુચ્યુઅલ ફંડ્‌સમાં રોકાણ કરવા જેવા નાણાંકીય વ્યવહારો કરવામાં કરદાતાઓ અસમર્થ રહેશે. આ ઉપરાંત તેમને કલમ ૨૭૨બી હેઠળ વધુ ટીડીએસ અને દંડ પણ ફટકારવામાં આવશે.

India-PAN-Aadhaar-Link-Last-Date-June-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *