II ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં પસાર થતી નદિઓના પટમાથી રેતી ચોરી કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા તથા રેતી ચોરી બંધ કરાવવા તથા આવી ગે.કા પ્રવૃતિ કરતા ઈસમોને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી, હિમકરસિંહ સાહેબ, અમરેલીનાઓએ અમરેલી જીલ્લામાં રેતી ચોરી કરતા ઇસમોને પકડી પાડી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તથા રેતી ચોરી બંધ કરાવવા સૂચના આપેલ હોય ના.પો.અધિ જે.પી.ભંડારી સાહેબ, સર્કલ પો.ઇન્સ ડાંગરવાલા સાહેબ નાઓ દ્વારા આપેલ સુચના અને માર્ગદશર્ન મુજબ
*લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના પાંચતલાવડા બીટ ઇન્ચાર્જ જે.એલ.મકવાણા તથા હેડ કોન્સ ભુજબલદાન ગઢવી તથા પો.કો ગૌતમભાઇ ખુમાણ તથા પો.કો નારણભાઇ બાવડા તથા પો.કો જીતેન્દ્રભાઇ ગંગલ દ્વારા લીલીયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પુજાપાદર ગામેથી ત્રણ ઇસમોને ભેંસવડી ગામ માથી પસાર થતી શેત્રુંજી નદી નાં પટ્ટમાંથી લીઝ, રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ચોરી કરી કુલ ત્રણ ટ્રેકટર વાહનોની ટ્રોલીમાં રેતી આશરે ૯ ટન, કિં.રૂ.૪૫૦૦/ – તથા ત્રણ ટ્રેકટર વાહન (ટ્રોલી સહિત) કિ.રૂા.૧૨,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.-૧૨,૦,૪૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે.
. પકડાયેલ આરોપીઓ
(૫) ગોપાલાભાઇ સંજયભાઇ વાઘેલા ઉ.વ-૨૧ ધંધો મજુરી
(૨) મનસુખભાઈ ભાનુભાઇ વાઘેલા ઉ.વ ૩૨ ધંધો મજુરી
(૩) મુકેશભાઇ કનુભાઇ વાઘેલા ઉ.૫ ૨૬ રહે. તમામ બોરાળા તા.સાવર કુંડલા જી.અમરેલી
] આમ, આ સમગ્ર કામગીરીમા લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહિલ તથા લીલીયા પોલીસ સ્ટેશનના પાંચતલાવડા બીટ ઇન્ચાર્જ જે.એલ.મકવાણા તથા હેડ કોન્સ ભુજબલદાન ગઢવી તથા પો.કો ગૌતમભાઇ ખુમાણ તથા પો.કો નારણભાઇ બાવડા તથા પો.કો જીતેન્દ્રભાઇ ગંગલ વિ સ્ટાફના માણસો. આ કામગીરીમા જોડાયા હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


