Gujarat

વડીયા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ બરવાળા બાવિસી ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL)ની બોટલો તથા બિયરના ટીન સહિત કુલ કિં.રૂ.૨૭,૬૬૮/- ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

 

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રીહીજુગારના કેસો કરવા ખાસ પ્રોહી-જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ પ્રોહી-જુગાર ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વેચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજરોજ તા.૦૭/૦૬/૨૦૨૨ ના વહેલી સવારે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી.આર.કે.કરમટા નાઓની રાહબરી નીચે. અમરેલી એલ.સી.બી ટીમે વડીયા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ બરવાળા બાવિસી ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી, ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL) ની બોટલો તથા બિયરના ટીન સાથે બે વ્યક્તિઓને પકડી પાડી, તેમના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી, વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓ:

(૧) ભુપતભાઇ ભોજભાઇ વાળા, ઉં.વ.૨૫, રહે બરવાળા બાવિસી, તા.કુંકાવાવ, જિ.અમરેલી. (ર) મનિષાબેન વા/ઓ શિવરાજભાઇ એભલભાઇ ધાધલ, ઉ.વ.૪૦, રહે.બરવાળા બાવિસી, તા.કુંકાવાવ, જિ.અમરેલી

પકડવાના બાકી આરોપીઓ

(૧) સંજય ભગાભાઇ વાળા, રહે.પાદરગઢ, તા.ધારી, જિ.અમરેલી. (ર) અન્ય એક અજાણ્યો ઇસમ,

પકડાયેલ મુદ્દામાલઃ

ભારતીય બનાવટના વિદેશી દારૂ (IML) ની અલગ-અલગ બ્રાન્ડની, પ૦ મીલીની બોટલ નંગ-૪૫, કિં.રૂ.૧૯.૦૮૦૪ તથા બિયરના ટીન નંગ-૨૪, કિ.રૂ.૩,૫૮૮/- તથા મોબાઇલ ફોન નંગ-૧, કિં.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨૭,૬૬૮- નો મુદ્દામાલ.

ગોલ્ડબર્ગ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220607-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *