Gujarat

ખાનપરના વોકળામાંથી ૧૪.૬૪ લાખનો દારૂ-બિયર ઝડપાયો

ગાંધીધામ
ખાનપર ગામની સીમમાં આવેલા વોકળામાં સર્ચ કરાયું હતું જેમાં વોકળામાં રાખવામાં આવેલા રૂ.૧૪,૧૬,૦૦૦ ની કિંમતના અલગ અલગ બ્રાન્ડના વિદેશી શરાબના ૧૪,૧૬૦ ક્વાર્ટરિયા તથા રૂ.૪૮,૦૦૦ ની કિંમતના બિયરના ૪૮૦ ટીન મળી કુલ રૂ.૧૪,૬૪,૦૦૦ નો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ આરોપીઓ હાજર મળ્યા ન હતા. પોલીસે હાજર ન મળેલા મેદા જીવણ કોલી, ગોવિંદ કરશન કોલી, સુરેશ પ્રેમજી કોલી અને ભરત પ્રેમજી કોલી વિરૂધ્ધ ગુનો નોંધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આજે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પલાંસવા ગામના દાસાણીવાસમાં વોચ ગોઠવી સ્કોર્પિયોમાંથી મળી આવેલા રૂ.૧૧,૨૦૦ ની કિંમતના દારૂની ૩૨ બોટલ અને રૂ.૧૮,૮૦૦ ની કિંમતના બીયરના ૧૮૮ ટીન મળી કુલ રૂ.૩૦ હજારના શરાબ અને બિયર સાથે દેવરાજ બબાભાઇ દાસાણીને પકડી વાહન અને મોબાઇલ સહિત કુલ રૂ.૫,૩૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડા દરમિયાન હાજર ન મળેલા પ્રાગપરના યોગેશ કોલી અને શૈલેશ રાધુભાઇ કોલી વિરૂધ્ધ પણ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.રાપર તાલુકાના ખાનપર ગામની સીમમાં આવેલા વોકળામાંથી આડેસર પોલીસને રૂ.૧૪.૬૪ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જાે કે આ દરોડામાં હાજર ન મળેલા ૪ આરોપી વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો, તો પલાંસવામાં સ્કોર્પિયો ગાડીમાં રુ.૩૦ હજારની કિ઼મતના શરાબ અને બિયરની હેરાફેરી કરતો શખ્સ પકડાયો હતો.

14.64-lakh-liquor-beer-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *